Sun,17 November 2024,2:52 am
Print
header

ACB તપાસ પણ જરૂરી, યુવતીને હેરાન કરનાર ડે. કલેક્ટર મયંકે થોડા જ સમયમાં કરોડો રૂપિયાની સંપતિ બનાવી હોવાની ચર્ચા

એસીબીએ મયંક ચૌધરી પટેલની સંપતિની તપાસ કરવી જોઇએ, કેટલાક વહીવટદારો ઓફિસમાં જઇને કરતા હતા વહીવટ

આ મોકો છોડતા નહીં, જો તમારી પાસે પણ લાંચ લીધી છે તો ACB નો તાત્કાલિક સંપર્ક કરો  

મહિલા અધિકારીને હેરાન કરનાર આવા અધિકારીને સબક શિખવવો જરૂરી 

મોડાસાઃ મહિલા અધિકારીને બિભત્સ મેસેજ અને ફોટો મોકલીને એક વર્ષથી હેરાન કરી રહેલા પ્રાંત અધિકારી મયંક ચૌધરી પટેલને લઇને નવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, મયંક સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થયા બાદ તેની ધરપકડ કરાઇ છે, આ  નફ્ફટ અધિકારીને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે, મયંક પટેલની છાપ કડક અધિકારી તરીકેની હતી પરંતુ આ માત્ર એક દેખાડો જ નીકળ્યો, મયંક પટેલ જે ઓફિસમાં બેસતો હતો તે ઓફિસની બહારના કોઇ સીસીટીવી ચેક કરાય તો ખબર પડે કે કેટલાક તેના વહીવટદારો તેને મળવા જતા હતા, આ ફંટરોની મારફતે તેને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે.

ACB ને થોડી માહિતી મળે તો કેસ મોટો બની શકે છે 

મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલની સામે એસીબીને જો થોડા પુરાવ મળી રહે તો તેના કાળા કામોનો ચિઠ્ઠો ખુલી શકે તેમ છે, અન્ય અધિકારીઓ પણ મયંક પટેલની સામે બોલતા વિચારતા હતા કારણ કે કેટલાક ઉચ્ચ અધિકારીઓનો હાથ મયંક પટેલ પર હતો, જેમને તે સાચવી લેતો હતો. પરંતુ જે લોકો પાસેથી આ ભ્રષ્ટ અધિકારીએ રૂપિયા પડાવ્યાં છે તેવા લોકોએ આગળ આવીને એસીબીને મદદ કરવી જોઇએ.

શું છે સમગ્ર મામલો ?

ડેપ્યુટી કલેકટર મયંક પટેલ એક વર્ષથી એક યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી રહ્યો હતો, ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર અગાઉ પરિચયમાં આવ્યા હતાં. બાદમાં તેમન વચ્ચે મેસેજ અને ફોટાની આપ-લેનો સિલસિલો શરૂ થયો હતો અશ્લિલ ફોટો અને મેસેજથી કંટાળીને ડેપ્યુટી કલેકટર વિરુદ્ધ યુવતીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદને પગલે સાઈબર ક્રાઈમે પ્યુટી કલેકટરની ધરપકડ કરી લીધી છે. 

પીડિતા ગાંધીનગર જિલ્લામાં કલાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવે છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલતો હતો, મહિલાને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી. મહિલા અધિકારીએ કંટાળીને પોતાના પતિ અને પરિવારમાં આ વાત કરી હતી. મહિલા અધિકારીના પતિએ મયંક પટેલને સમજાવ્યો હતો તેમ છંતા તેની હેરાનગતિ ચાલુ જ રહી હતી. જેથી કંટાળીને મહિલા અધિકારીએ ફરિયાદ કરી હતી. ત્યારે એક અધિકારીની આ કૃત્યથી અન્ય અધિકારીઓમાં પણ રોષ છે અને હાલમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch