Sat,21 September 2024,3:10 am
Print
header

મોદી સરકારની વધુ એક ભેટ, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 157 રૂપિયાનો ઘટાડો, આજથી આ છે નવી કિંમત

નવી દિલ્હીઃ મોદી સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યાં બાદ હવે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. મોદી સરકારે આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના દરોમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 157 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે તેનો ભાવ 1522.50 રૂપિયા થઈ ગયો છે. આ દર આજથી એટલે કે 1લી સપ્ટેમ્બરથી લાગુ થશે  દિલ્હીમાં તે 1680 રૂપિયાના બદલે 1522.50 રૂપિયામાં અને કોલકાતામાં તે આજથી 1802.50 રૂપિયાના બદલે 1636 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મુંબઈમાં તેની કિંમત 1640.50 રૂપિયા હતી અને હવે તે ઘટીને 1482 રૂપિયા થઈ ગઈ છે.

મંગળવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના આ નવા નિર્ણય બાદ હવે એલપીજી સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 903 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ગ્રાહકોને હવે પહેલા કરતા 200 રૂપિયા સસ્તામાં સિલિન્ડર મળી રહ્યાં છે. ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું હતું

ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં આ 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,680 રૂપિયા થઈ ગઈ. હવે આ કિંમત ઘટીને 1522.50 રૂપિયા થઈ ગઈ છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1522.50 રૂપિયામાં મળશે.

તાજેતરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે

તાજેતરમાં જ મોદી સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. આ સાથે મોદી સરકારે 75 લાખ મહિલાઓને ફ્રી ગેસ કનેક્શનની ભેટ આપી છે. આ નિર્ણયથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.છેલ્લા કેટલાક સમયથી આસમાની મોંઘવારીને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ પહેલથી લોકોને થોડી રાહત મળશે. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ગરીબોને માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઓગસ્ટ મહિનામાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch