Sat,16 November 2024,6:15 am
Print
header

મોદી સરકારની ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક, 4 પાકિસ્તાની સહિત 2 યુટ્યૂબ ચેનલો બ્લોક- Gujarat post

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે ખોટી અફવા ફેલાવતી વધુ 22 યુટ્યૂબ  ચેનલોને બ્લોક કરી દીધી છે.જેમાં 4 ચેનલ પાકિસ્તાનની પણ છે. આ સિવાય 3 ટ્વિટર, એક ફેસબુક એકાઉન્ટ, એક ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરી દીધી છે.ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.સૂચના અને પ્રસારણ મંત્રાલયે 22 યુટ્યૂબ ચેનલોને બ્લોક કરી દીધી છે. 22 માંથી 4 યુટ્યૂબ ચેનલો પાકિસ્તાનમાં છે.આ તમામ એકાઉન્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે લોકોમાં ખોટી માહિતી ફેલાવતી હતી.

જાન્યુઆરીમાં મોદી સરકારે 35 યુટ્યૂબ ચેનલો બ્લોક કરી ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી

તમામ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતા હતા, ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવતા હતા

આ પહેલા જાન્યુઆરીમાં મોદી સરકારે 35 યુટ્યૂબ ચેનલો બ્લોક કરી ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી.20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી બાતમીને આધારે 35 યુટ્યૂબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને 1 ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આપવામાં આવી હતી.આ તમામ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતા હતા અને ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવતા હતા.

ગત વર્ષે ડિસેમ્બરમાં ગુપ્તચર એજન્સીઓ સાથેના સંયુક્ત પ્રયાસમાં 20 યુટ્યૂબ ચેનલો અને બે વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ ચેનલો ભારત વિરોધી પ્રચાર અને ફેક સમાચાર ફેલાવતી હતી. ત્યાર બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ ચેનલોનો ઉપયોગ "કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે" જેવા વિષયો પર ખોટી માહિતી ફેલાવતી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch