Sat,21 September 2024,8:33 am
Print
header

મોદી સરકારનો મોટો નિર્ણય, લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ મુકી દીધો

નવી દિલ્હીઃ આજે એક મોટો નિર્ણય લેતા કેન્દ્રની મોદી સરકારે લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે. DGFT અનુસાર આ પ્રતિબંધિત વસ્તુઓની આયાતને માન્ય લાઇસન્સ હેઠળ મંજૂરી આપવામાં આવશે. સરકારની મેક ઈન ઈન્ડિયાની પહેલ વચ્ચે આ એક મોટો નિર્ણય છે.

જાહેરનામું બહાર પાડીને આપી માહિતી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સૂચના અનુસાર HSN- 8741 હેઠળ આવતા લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વર્સની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાયો છે.આ પ્રતિબંધિત વસ્તુઓની આયાતને માન્ય લાઇસન્સ હેઠળ જ મંજૂરી આપવામાં આવશે.તેમાં ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા અથવા પોસ્ટ અથવા કુરિયર દ્વારા ખરીદવામાં આવેલા કમ્પ્યુટર્સનો પણ સમાવેશ થાય છે.

આ શરત આયાત માટે લાદવામાં આવી છે

વાણિજ્ય મંત્રાલય દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર દ્વારા પ્રતિબંધિત આ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને કેટલીક શરત સાથે આયાત કરવાની મંજૂરી અપાશે. આયાતી સામાનનો ઉપયોગ માત્ર કેટલાક હેતુઓ માટે જ કરવામાં આવશે. એટલે કે તેઓ વેચવામાં આવશે નહીં.

મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન

સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશમાં મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલા આ સામાનને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, આ પ્રતિબંધ સમયાંતરે સુધારેલા સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં. ભારતીય સરહદમાં પ્રવેશતા અથવા દેશની બહાર જતા દરેક મુસાફરને કસ્ટમમાંથી પસાર થવું પડે છે.

સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થશે

મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ વચ્ચે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદકો તેમજ આવી વિદેશી કંપનીઓને ફાયદો થશે, જેઓ દેશમાં સતત એકમોનું ઉત્પાદન કરે છે, સ્થાનિક સ્તરે સપ્લાય કરે છે અને અન્ય દેશોમાં આ માલની નિકાસ કરે છે. આ સિવાય આ પગલાની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch