Fri,01 November 2024,10:58 am
Print
header

મોદીના રોડ શોમાં સુરક્ષામાં નથી થઇ કોઇ ચૂક, ભૂલથી છટકેલો મોબાઇલ વડાપ્રધાન મોદીની ગાડી પર પડી ગયો હતો

(રોડ શો દરમિયાનનો પીએમ મોદીનો ફોટો)

અમદાવાદઃ પીએમ મોદીએ બે દિવસમાં અમદાવાદમાં બે મોટા રોડ શો કર્યાં હતા, જેમાં તેમની સુરક્ષામાં કોઇ ચૂક થઇ હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ રહી છે, જો કે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આ મામલે ખુલાસો કરીને મોટી સ્પષ્ટતા કરી છે, પૂર્વ અમદાવાદમાં લકી રેસ્ટોરન્ટથી વીજળીઘર તરફ જતા રસ્તામાં પીએમ મોદીની ગાડી પર એક મોબાઇલ પડ્યો હતો. લોકો અહીં ઉપરથી મોદી પર ફૂલો વરસાવી રહ્યાં હતા ત્યારે ભૂલથી મોબાઇલ પણ તેમના કાફલા પર પડ્યો હતો. જેની સુરક્ષા એજન્સીએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

પોલીસે એક યુવકની અટકાયત કરી હતી, તેને કબૂલ્યું હતુ કે આ મોબાઇલ ભૂલથી છટકી ગયો હતો. જ્યારે તે ઉપરથી મોદીની રેલીનો વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે મોબાઇલ તેના હાથમાંથી છટકી ગયો હતો. બાદમાં આ યુવકને પૂછપરછ કરીને છોડી દેવામાં આવ્યો હતો. એસપીજીએ પણ બીજી કોઇ વસ્તુ પડી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે, સુરક્ષામાં કોઇ ચૂક નથી થઇ તેમ ગુજરાત પોલીસે પણ જણાવ્યું છે.

ત્યારે આ સ્પષ્ટતા પછી મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાની વાત અફવા સાબિત થઇ છે. તેમના પર કોઇ વસ્તુ પણ ફેંકવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો માત્ર અફવા સાબિત થઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch