Fri,15 November 2024,3:18 pm
Print
header

CIA ચીફનું મોટું નિવેદન, નરેન્દ્ર મોદીને કારણે આ ભયાનક પરમાણુ યુદ્ધ રોકાઇ ગયું હોવાનું માની શકાય

વોશિંગ્ટન: છેલ્લા ઘણા મહિનાઓથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની તૈયારીમાં હતુ અને હવે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ રોકાઇ ગયો હોવાનું સામે આવ્યું છે અને આવું કેટલીક હદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ પુટિનની દોસ્તીને કારણે બન્યું હોય શકે છે..

અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર બિલ બર્ન્સે પીએમ મોદીના વખાણ કર્યાં છે. કહ્યું કે પરમાણુ હથિયારોના ઉપયોગ મામલે મોદીએ પુટિનને સલાહ આપીને શાંતિ વાર્તા માટે અપીલ કરી હતી અને તેની જ અસર છે કે દુનિયા આજે મોટા પરમાણુ હુમલાના ડરથી નિશ્વિત થઇ છે.

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બંને દેશોના અનેક સૈનિકોના મોત થઇ ગયા છે, આ મામલે મોદીએ અનેક વખત પુટિન સાથે વાત કરીને યુદ્ધ સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપવા અપીલ કરી હતી, યુક્રેને પણ શાંતિ માટે મોદીને અપીલ કરતા પુતિન સાથે વાત કરવા કહ્યું હતુ. અગાઉ પુતિને પરમાણુ સેનાને સક્રિય કરી હતી, જો કે હવે પુતિન પરમાણુ હુમલો નહીં કરે તેવું અમેરિકાનું માનવું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch