Fri,15 November 2024,11:44 pm
Print
header

ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી ! યુરોપથી પરત આવેલા યુવાનમાં આ રોગના લક્ષણો- Gujarat Post

યુવાનને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે, ડોકટરો દેખરેખ રાખી રહ્યાં છે

રાહતની વાત એ છે કે યુવકના પરિવારમાં આવા લક્ષણો જોવા મળ્યાં નથી.

મંકીપોક્સ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દૂરના ભાગોમાં સૌથી સામાન્ય છે

કોલકત્તાઃ તાજેતરમાં યુરોપથી કોલકત્તા પરત ફરેલા યુવકમાં મંકીપોક્સ જેવા લક્ષણો જોવા મળ્યાં છે. યુવકને આ વાયરલ બીમારી જેવા ફોલ્લીઓ અને લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે આ યુવકની ઓળખ જાહેર કરી નથી. કારણ કે હજુ આ યુવકના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણે તરફથી આવવાનો છે. આરોગ્ય સેવાઓના નિયામક સિદ્ધાર્થ નિયોગીએ કહ્યું કે ગભરાવવાની કોઈ વાત નથી કારણ કે રિપોર્ટ પછી જ તેની પુષ્ટિ થશે. યુવકને મંકીપોક્સ છે કે નહીં.

યુવકને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે, ડોકટરો દેખરેખ રાખી રહ્યાં છે

યુવકના શરીર પર ફોલ્લીઓ મળ્યાં પછી રાજ્યના આરોગ્ય વિભાગે કોઈ જોખમ લીધું ન હતું, કારણ કે તે તાજેતરમાં યુરોપથી પાછો ફર્યો હતો, જ્યાં તે અભ્યાસ માટે ગયો હતો. તેને શહેરની હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તબીબો સંપૂર્ણ તકેદારી રાખી રહ્યાં છે. રાહતની વાત એ છે કે યુવકના પરિવારમાં આવા લક્ષણો જોવા મળ્યાં ન હતા અને આવા લક્ષણો જોવા મળે તો પરિવારને હોસ્પિટલને જાણ કરવા જણાવાયું છે.

આફ્રિકન દેશોમાં આ વાયરસ સામાન્ય છે

મંકીપોક્સ વાયરસ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દૂરના ભાગોમાં સૌથી સામાન્ય છે. પરંતુ ભૂતકાળમાં યુરોપ અને અમેરિકામાં તેના ફેલાવાના અહેવાલો આવ્યાં છે. તે શીતળા જેવો વાયરલ ચેપ છે જે ઉંદરો અને ખાસ કરીને વાંદરાઓથી મનુષ્યમાં ફેલાય છે. જો કોઈ પ્રાણી આ વાયરસથી સંક્રમિત થાય છે અને કોઈ માણસ તેના સંપર્કમાં આવે છે, તો તેને પણ મંકીપોક્સ થવાની સંભાવના છે.

શું છે મંકીપોક્સ અને તેના લક્ષણો

મંકીપોક્સ શીતળાના મોટા સ્વરૂપ જેવું લાગે છે, તેના લગભગ સમાન લક્ષણો છે. જો કે આ રોગ સામાન્ય રીતે હળવો હોય છે. WHO અનુસાર, મંકીપોક્સના લક્ષણો 6 થી 13 દિવસમાં દેખાવા લાગે છે. આમાં તાવ, ગંભીર માથાનો દુખાવો, પીઠ અને સ્નાયુઓમાં દુખાવો સાથે ગંભીર નબળાઇનો સમાવેશ થાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના શરીર પર મોટા પિમ્પલ્સ દેખાય છે. ગંભીર કિસ્સાઓમાં, આ ફોલ્લીઓ આંખના કોર્નિયાને પણ અસર કરી શકે છે. હજુ સુધી તેની કોઈ યોગ્ય સારવાર નથી, પરંતુ તે શીતળાનું મુખ્ય સ્વરૂપ હોવાનું જણાય છે, તેથી શીતળાની રસી મંકીપોક્સ સામે અસરકારક માનવામાં આવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch