Sat,16 November 2024,1:51 am
Print
header

મંકિપોક્સનો નાના બાળકો પર મોટો ખતરો, 22 દેશોમાં કેસ નોંધાયા- Gujarat post

ભારતમાં મંકિપોક્સનાં એક પણ કેસની પૃષ્ટિ થઇ નથી

અત્યાર સુધીમાં 21 દેશોમાં મંકીપોક્સના 226 કેસની પુષ્ટિ થઈ

નવી દિલ્હીઃ મંકિપોક્સનું સંક્ર્મણ વધતા ICMR એ ચેતવણી જાહેર કરી દીધી છે. નાના બાળકોને આ બીમારીનું જોખમ વધારે છે, જેને કારણે લક્ષણો પર ધ્યાન આપવું પડશે. રાહતની વાત એ છે કે, ભારતમાં મંકિપોક્સનાં એક પણ કેસની પૃષ્ટિ થઇ નથી, પરંતુ સરકાર આ સંક્ર્મણને લઈને હાઈ એલર્ટ પર છે. ભારતીય પ્રાઇવેટ હેલ્થ ડિવાઇસ કંપની ટ્રિવી ટ્રોન હેલ્થકેર દ્વારા મંકીપોક્સની તપાસ માટે RT-PCRટેસ્ટ કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટથી એક કલાકની અંદર પરિણામ જાણી શકાશે.

આર્જેન્ટિનામાં શુક્રવારે મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો.દર્દી હાલમાં સ્પેનથી પરત આવ્યો હતો. દેશમાં વાયરસનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો હતો જેની તપાસ થઇ રહી છે. ગત મંગળવારે પશ્ચિમ આફ્રિકાથી યુએઈ પરત ફરેલી એક મહિલામાં મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધીમાં 21 દેશોમાં મંકીપોક્સના 226 કેસની પુષ્ટિ થઈ છે. WHOએ શુક્રવારે જણાવ્યું કે, લગભગ 100 શંકાસ્પદ દર્દીઓ એવા દેશોમાંથી નોંધાયા છે, જ્યાં સામાન્ય રીતે મંકીપોક્સનાં કેસ જોવા મળ્યાં નથી. બ્રિટનમાં 7 મેના રોજ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો.

મંકીપોક્સ વાયરસમાં અત્યાર સુધી કોઈ આનુવંશિક ફેરફારો જોવા મળ્યાં નથી તે મોટી રાહતની વાત છે. વાયરસ હજુ સુધી મનુષ્યમાં પરિવર્તિત થયો નથી. વૈજ્ઞાનિકો આ રોગ આફ્રિકાની બહાર કેવી રીતે ફેલાયો તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.  સ્પેન મંકીપોક્સનું કેન્દ્ર બની ગયું છે, આ મહિનામાં મંકીપોક્સનાં કેસ જોતા સ્પેન એપિસેન્ટર માનવામાં આવી રહ્યું છે. શુક્રવાર સુધી અહીં 98 કેસની પુષ્ટિ થઈ છે બ્રિટનમાં 106 અને પોર્ટુગલમાં 74 દર્દીઓ મંકિપોક્સના છે. આ સિવાય મંકિપોક્સ કેનેડા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, અમેરિકા સહિત ઘણા દેશોમાં ફેલાઈ ચૂકયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch