Sat,16 November 2024,1:22 am
Print
header

રાજ્યો સાવચેત રહે.. મંકિપોક્સને લઈને કેંદ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને આપ્યો આ આદેશ-Gujaratpost

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને તેનો કડક અમલ કરવા સૂચના આપી

કેરળમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે

નવી દિલ્હીઃ વિશ્વભરમાં મંકીપોક્સના વધતા જતા કેસો લોકોને ડરાવી રહ્યાં છે. ભારતમાં પણ મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા 6 મહિનામાં વિશ્વભરમાં મંકીપોક્સના 3,413 કેસ નોંધાયા છે, જો કે યુરોપમાં 86% અને અમેરિકામાં 11% કેસ નોંધાયા છે. ભારતે મંકીપોક્સ અંગે મે મહિનામાં માર્ગદર્શિકા તૈયાર કરી હતી.હવે જ્યારે આ મામલો સામે આવ્યો છે ત્યારે ફરી એકવાર સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.

ભારતમાં એક કેસ સામે આવ્યાં બાદ કેન્દ્ર સરકારે ફરી એકવાર રાજ્યોને પત્ર લખીને મંકીપોક્સ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે. આ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને લાગુ કરવા સૂચના આપવામાં આવી છે.

ભારતમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ 

કેરળમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. દર્દી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતથી (UAE) કેરળના કોલ્લમ પહોંચ્યો હતો. તાવ અને ફોલ્લા જેવા લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થયા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને પત્ર લખીને મંકીપોક્સ માટેની માર્ગદર્શિકાને યોગ્ય રીતે અમલમાં મૂકવાની સલાહ આપી છે.

શું છે મંકીપોક્સ સંબંધિત માર્ગદર્શિકા ?

દેશમાં પ્રવેશના દરેક સ્થળે રોગનિવારક અને એસિમ્પટમેટિક દર્દીઓ માટે મેડિકલ સ્ક્રીનીંગ ટીમો, ડોકટરો, પરીક્ષણ, ટ્રેસીંગ અને સર્વેલન્સ ટીમોની રચના કરવી જોઈએ. ઉપરાંત મેડિકલ પ્રોટોકોલ અનુસાર હોસ્પિટલમાં સારવાર અને ક્લિનિકલ મેનેજમેન્ટની વ્યવસ્થા હોવી જોઈએ.

તમામ શંકાસ્પદ કેસોનું પરીક્ષણ અને સ્ક્રીનીંગ એન્ટ્રી પોઈન્ટ પર કરવામાં આવશે.

દર્દીને અલગ પાડવો (જ્યાં સુધી તમામ ઘા સાજા ન થાય અને પપડી સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી), સમયસર સારવાર એ મૃત્યુદરને રોકવા માટેના મહત્વપૂર્ણ પગલાં છે.

હોસ્પિટલોની વ્યવસ્થા કરવી જોઈએ અને મંકીપોક્સના શંકાસ્પદ પુષ્ટિ થયેલા કેસોનું સંચાલન કરવા માટે સજ્જ હોસ્પિટલોમાં પૂરતા માનવ સંસાધન અને લોજિસ્ટિક્સ સપોર્ટની ખાતરી કરવી જરુરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch