Sat,16 November 2024,1:20 am
Print
header

આ રાજ્યમાં મંકિપોક્સનો ત્રીજો કેસ નોંધાતા હડકંપ, જાણો વધુ વિગતો-Gujaratpost

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈએ નોંધાયો હતો

સંક્રમિત વ્યક્તિ 16 જુલાઈના રોજ યુએઈથી મલપ્પુરમ આવ્યો હતો

કેરળઃ મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ 16 જુલાઈના રોજ યુએઈથી મલપ્પુરમ આવ્યો હતો. તાવની ફરિયાદ બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનામાં મંકીપોક્સના ચેપના લક્ષણો જોવા મળ્યાં હતા. હાલમાં દર્દીના પરિવાર અને તેના સંપર્કમાં આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે. ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈના રોજ નોંધાયો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી પરત ફરેલા 35 વર્ષીય વ્યક્તિને મંકીપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી.પછી એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ કેરળ મોકલવામાં આવી હતી. આ ટીમને રાજ્યના અધિકારીઓને આરોગ્યના પગલાં લાગુ કરવામાં મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

કેરળ સરકારે 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે રાજ્યના 4 એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા હતા. પરંતુ 13 જુલાઈના રોજ દુબઈથી કન્નુર પહોંચેલા 31 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સ ચેપનો બીજો કેસ નોંધાયો હતો, જેની પુષ્ટિ 18 જુલાઈએ થઈ હતી. મંકીપોક્સ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે અન્ય વ્યક્તિ ચેપગ્રસ્ત દર્દીના ખૂબ લાંબા સમયથી નજીકના સંપર્કમાં હોય.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch