Sat,16 November 2024,2:12 am
Print
header

ખેડૂતો આનંદો, આ તારીખથી રાજ્યમાં થશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • દેશમાં ત્રણ દિવસ વહેલા ચોમાસાનું થઈ ચૂક્યું છે આગમન
  • ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસું શરૂ થઇ શકે છે 
  • પ્રિ મોન્સૂન એક્ટિવિટીથી વાદળછાયું વાતાવરણ રહેશે
  • ઉકળાટ યથાવત્ રહેશે

અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસું શરૂ થઇ જશે. ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં તારીખ 8થી 10 જૂન વચ્ચે ચોમાસું શરૂ થઇ જશે.15થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લીધે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. અને લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ઉકળાટ યથાવત રહેશે. દરિયાઈ વિસ્તારમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

દેશમાં ચોમાસુ બેસી ગયું છે,વરસાદે કેરળના દરિયાકાંઠે દસ્તક દઇ દીધી છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનથી શરુ થતું ચોમાસુ 3 દિવસ પહેલા એટલે કે 29 મેના દિવસે શરૂ થયું છે. આગામી દિવસોમાં ચોમાસુ કેરળના બાકીના વિસ્તારોની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સક્રિય થશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch