Sun,17 November 2024,11:23 am
Print
header

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગરઃ હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 47 ટકા વરસાદની આગાહી છે.  17 ઓગસ્ટ બાદ ફરી મોન્સૂન એક્ટિવ થશે. 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે. હાલમાં લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે બગસરા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બગસરા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોના વરસાદી ઝાપટુ પડ્યું હતું. થોડી વાર માટે સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે વરસાદના ઝાપટાં શરૂ થયાં છે. ઘણા દિવસો પછી આજે વરસાદી ઝાપટાં વરસતાં રસ્તા ભીના થયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકો પર સંકટ તોળાઈ રહ્યું છે. વિવિધ પાકો સુકાવા કગાર પર છે તેમજ વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઊંચા આવ્યાં નથી, આથી બોર કે કૂવામાં પાણી ચડ્યા ન હોવાથી ખેડૂતો પાકને બચાવવા પણ લાચાર બન્યાં છે. ધોધમાર વરસાદ વરસે એવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

રાજકોટના ગોંડલમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં ઝાપટા સ્વરૂપે પડ્યો વરસાદ પડ્યો હતો. બસ સ્ટેન્ડ, રલેવે સ્ટેશન, કોલેજ ચોક સહિતના વિસ્ટારમાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વેરાવળના પડવા, ઘાભા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા અને આજુબાજુના ગામમાં વરસાદ પડ્યો હતો. મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તાપીમાં બે દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી. વ્યારા શહેરમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.જિલ્લાના અન્ય તાલુકાના પંથકોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch