• રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત
  • અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
  • દરિયાકાંઠે તેજ પવન ફૂંકાશે

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ચોમાસાના વિદાયની રેખા હાલ ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આગામી 12 કલાકમાં નબળી પડવાની સંભાવના છે. 

ગુજરાત પર નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી 4 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે, જોકે આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.