Fri,15 November 2024,6:16 pm
Print
header

સલામ છે તમને...50 લોકોના જીવ બચાવનારા હુસૈન પઠાણની કામગીરી ક્યારેય નહીં ભૂલાય- Gujarat Post News

મોરબીઃ તારીખ 30-10-2022, રવિવારનો આ ગોઝારો દિવસ ગુજરાતીઓ ક્યારેય ભૂલશે નહીં, સાંજના સમયે અનેક પરિવારો વેર વિખેર થઇ ગયા, કોઇની બેદરકારીને કારણે ઝુલતો બ્રિજ તૂટ્યો અને 141 લોકોએ જીવ ગુમાવવો પડ્યો, અનેક માસૂમ બાળકોને ભગવાને પોતાની પાસે બોલાવી લીધા, આ ભયાનક દિવસની ભયાનક યાદો વર્ષો સુધી અનેક પરિવારોને સતાવશે, સ્મશાનો અને કબ્રસ્તારોમાં લાઇનો લાગી..

આ બધાની વચ્ચે મોરબીના એક યુવક હુસૈન પઠાણ અંદાજે 50 લોકો માટે ભગવાનથી કમ નથી સાબિત થયા, સાંજના સમયે જ્યારે લોકો નદીમાં મરી રહ્યાં હતા, ત્યારે તેમને પોતાના જીવને જોખમે 50 જેટલા લોકોના જીવ બચાવી લીધા હતા. જ્યારે આ દુર્ઘટના બની તેની ખબર પડતા જ હુસૈન પઠાણ ત્યાં પહોંચી ગયા અને તરતા આવડતું હોવાથી તેઓ નદીમાં કૂદી પડ્યાં અને મોત સામે લડી રહેલા લોકો માટે ખુદા કે ભગવાન બનીને આવ્યાં. તેમને અનેક નાના-નાના બાળકોને નદીમાંથી બહાર કાઢીને તેમને નવી જિંદગી આપી છે.

હુસૈને હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ રાખ્યાં વગર શક્ય એટલા લોકોને નદીમાંથી બહાર કાઢ્યાં અને તેમને નવી જિંદગી આપી, એક યુવકે અનેક પરિવારોને તેમના સ્વજનો પાછા આપ્યાં છે, ચારે બાજુ તેમની વાહ વાહી થઇ રહી છે, પરંતુ તેમના ચહેરા પર તો લોકોના જીવ બચાવ્યાનો જ ગર્વ અને આનંદ દેખાઇ રહ્યો છે, બચી ગયેલા લોકોના પરિવારજનો તેમની આ કામગીરીને ક્યારેય ભૂલી શકશે નહીં.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch