Sat,16 November 2024,6:51 pm
Print
header

શું તમે ગટરના પાણીથી ઘોયેલા લીલા ચણા તો નથી ખાતાને ? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ - Gujarat Post

મોરબીઃ લોકોના આરોગ્યની સાથે ચેડાં કરી ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો મોરબીનો હોવાનું માનવામાં આવે છે. મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરીને લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

મોરબીમાં લોકોનાં આરોગ્યની સાથે ચેડાં કરી લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા આ વાઇરલ વીડિયોની ખરાઇ કરીને તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ મોરબીવાસીઓએ ઉઠાવી છે. મોરબી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ અંગે જણાવ્યું કે "અમને આ વાયરલ વીડિયોની કોઇ જાણકારી નથી છતાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch