Sun,17 November 2024,7:31 am
Print
header

પુત્રીઓની સામે જ માતા દિયર સાથે બાંધતી હતી શારીરિક સંબંધ, પછી દિકરીઓએ..

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદઃ દિયર અને ભાભી વચ્ચે અફેરના કિસ્સાઓ બનતા હોય છે.આવો વધુ એક કિસ્સો બન્યો છે શહેરમાં, ખુદ એક સ્ત્રી પોતાની બે પુત્રીઓ સામે જ દિયર સાથે શારિરીક સંબંધો બાંધતી અને રંગરેલિયા મનાવતી હતી. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ શારિરીક સંબંધને કારણે કંટાળેલી દિકરીઓએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો.

અભયમ ટીમે અહીં પહોંચીને મહિલાના પતિને બોલાવ્યો હતો. મહિલાના પતિને આ વાતની જાણ થતા તેને આઘાત લાગ્યો હતો. મહિલાની મરજી પૂછવામાં આવતા તે દિયર સાથે રહેવા માંગતી હતી.જ્યારે દિકરીઓ પોતાના પિતા સાથે રહેવા માંગતી હતી. આખરે પિતા પોતાની પુત્રીઓ સાથે વતન જતા રહ્યાં અને મહિલા પોતાના પ્રેમી દિયર સાથે રહેવા માટે જતી રહી છે.

નારોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 16 અને 21 વર્ષની બે બહેનોએ 181 મહિલા અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. ટીમ પહોંચી તો ચોધાર આંસુએ રડી રહેલી બંન્ને બહેનોએ સમગ્ર ઘટના અંગે ટીમને જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો છે, ગુજરાતમાં મજુરી કામ અર્થે આવેલો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch