Sun,17 November 2024,1:02 pm
Print
header

આવી ગેમ ન રમતા, ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યાં બાદ સગીરે કરી આત્મહત્યા

મધ્ય પ્રદેશઃ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છતરપુરમાં માતાએ 13 વર્ષના પુત્રને ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવ્યાં હોવાથી ઠપકો આપ્યો હતો. આ વાતનું પુત્રને લાગી આવતા ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સ્થળ પરથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. સગીરે ફ્રી ફાયર ગેમ રમતી વખતે 40 હજાર રૂપિયા ગુમાવ્યાં હોવાનું આ નોટમાં જણાવ્યું અને માતા-પિતાની માફી માંગી હતી લખ્યું છે કે મમ્મી તમે રડશો નહીં.

છત્રરપુરના સાગર રોડ પર વિવેક પાંડે તેમની પત્ની પ્રીતિ પાંડે પુત્ર કૃષ્ણા અને પુત્રી સાથે રહે છે. વિવેક પાંડે પેથોલોજી ઓપરેટર છે, પત્ની પ્રીતિ પાંડે જિલ્લા હોસ્પિટલમાં કામ કરે છે. કૃષ્ણા ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો. કૃષ્ણા ઓનલાઈન અભ્યાસ કરતી વખતે  ફ્રી ફાયર ગેમ રમતો હતો.આ કુટેવને લીધે કૃષ્ણાના માતા-પિતાના બેંક ખાતામાંથી 40 હજાર રૂપિયા કપાઇ ગયા હતા. માતાએ આપઘાતના બે દિવસ પહેલા ઠપકો આપ્યો હતો. તુ જે મોબાઈલમાં ગેમ રમે છે, તેમાંથી પૈસા કપાઈ રહ્યાં છે.કૃષ્ણાએ કહ્યું કે તે ફરી નહીં રમે, ઘટનાના દિવસે તેણે તેના પિતાનું એકાઉન્ટ જોડીને ફ્રી ફાયર ગેમ રમી અને કૃષ્ણાના પિતાના એકાઉન્ટમાંથી 900 રૂપિયા કપાયા હતા.

પિતાએ કૃષ્ણાની માતાને જણાવ્યું કે, કૃષ્ણાએ ફરી ગેમ રમી અને ફરી પૈસા કપાઈ ગયા. જેને લઇને માતાએ કૃષ્ણાને ફોન પર ઠપકો આપ્યો હતો. જેને કારણે કૃષ્ણા રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘરમાં હાજર મોટી બહેને થોડા સમય બાદ દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. દીકરીએ પિતાને આ વિશે જણાવ્યું. માતા પિતા તરત જ ઘરે આવ્યા અને દરવાજો તોડ્યો તો તેમનો પુત્ર કૃષ્ણા અંદર ગળેફાંસો ખાઇને લટકી રહ્યો હતો.

13 વર્ષના કૃષ્ણા પાંડે દ્વારા આત્મહત્યાના કેસમાં પોલીસે ફ્રી ફાયર સંચાલક સામે કેસ નોંધ્યો છે,આ કિસ્સામાં સગીરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા માટે કલમ 305 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch