Fri,15 November 2024,6:05 pm
Print
header

મધ્યપ્રદેશઃ દિવાળીના પર્વ પર ઘરે પરત ફરી રહેલા મુસાફરોને નડ્યો અકસ્માત, 14 લોકોનાં મોત- Gujarat Post

મધ્યપ્રદેશઃ રીવા નજીક નેશનલ હાઈવે નંબર 30 પર ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 લોકોના મોત થયા છે અને 40 મુસાફરો ઘાયલ થયા છે.આ અકસ્માત અંગે સ્થાનિકોએ સોહાગી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી, બસમાં ફસાયેલા ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. ગંભીર રીતે ઘાયલોને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ પર્વત ઘાટ પર આ અકસ્માત થયો હતો. યુપી પાસિંગની બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી. ટેકરી ઉતરતી વખતે અકસ્માત સર્જાયો હતો. બસની કેબિનમાં પણ 3-4 લોકો ફસાઇ ગયા હતા. 

ટ્રક અન્ય વાહન સાથે અથડાઇ હોવાનું બહાર આવ્યું છે, જેને કારણે ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી દીધી હતી અને દરમિયાન પાછળ પુરપાટ ઝડપે આવતી પેસેન્જર બસ ટ્રકમાં ઘૂસી ગઇ હતી, તેથી બસની કેબિનમાં બેઠેલા મુસાફરો તેમજ આગળની સીટ પર બેઠેલા મુસાફરોના મોત નિપજ્યાં હતા.બસમાં સવાર તમામ શ્રમિકો હતા. તેઓ દીવાળી મનાવવા માટે પોતાના ઘરે જઈ રહ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch