Sun,17 November 2024,10:01 pm
Print
header

ચોમાસામાં વધી શકે છે મ્યુકોરમાઇકોસિસનો ખતરો, GTU ના ફાર્મસી વિભાગના વડાના નિવેદનથી ચિંતા વધી

અમદાવાદઃ રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસો સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ 1897 અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતની સિવિલ હોસ્પિટલોમાં આ રોગના સંક્રમિતો માટે વોર્ડ શરૂ કર્યાં છે. આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્રને તાકીદ કરી છે.

આ બધાની વચ્ચે મ્યુકોરમાઇકોસિસ મામલે GTU ના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે તેમના જણાવ્યાં અનુસાર મ્યુકોરમાઇકોસિસના કેસ ચોમાસાની સિઝનમાં વધે તેવી શક્યતા છે.

GTU ના ફાર્મસી વિભાગના વડા સંજય ચૌહાણે જણાવ્યું કે વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ફંગસનો ગ્રોથ વધી શકે છે જેને લીધે કેસ વધવાની શક્યતા છે. ભીનું માસ્ક સતત પહેરી રાખવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે ગરમીને કારણે પરસેવાથી માસ્ક ભીનું થઇ જાય છે. જેથી લોકોએ ત્રણ ચાર માસ્ક સાથે સ્પેરમાં રાખવા જોઇએ. ફંગસથી બચવું હોય તો માસ્ક બદલીને પહેરવું જરૂરી છે. ત્યારે તેમના આજના આ મોટા નિવેદનથી ચિંતા વધી ગઇ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch