Sat,16 November 2024,9:11 pm
Print
header

Omicron નો ફફડાટઃ ગુજરાતના આ શહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓના વેચાણમાં થયો વધારો - Gujarat Post

(demo pic)

સુરતઃ કોરોનાની બીજી લહેરમાં સુરત હોટ સ્પોટ અને ડેથ સ્પોટ બન્યું હતું. હાલમાં ઓમિક્રોનની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ડાયમંડ નગરીમાં ઈમ્યૂનીટી બુસ્ટર અને કાવા જેવી વસ્તુના વેચાણમાં વધારો થયો છે. સુરત શહેરમાં ઈમ્યૂનીટી બુસ્ટરની ટેબલેટના વેચાણમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થયો છે. ઉપરાંત માસ્ક અને સેનિટાઇઝરનો ઉપાડ પણ વધી ગયો છે.

ઓમિક્રોનને લઈને હવે લોકો માસ્ક અને સેનેટાઇઝર ખરીદતાં થયા છે. પરંતુ પહેલી અને બીજી લહેરની સરખામણીમાં હાલમાં વેચાણ ઓછું કહી શકાય તેમ છે, જો કે એક મહિના પહેલા સરખામણી કરીએ તો માસ્ક-સેનેટાઇઝરનું વેચાણ વધ્યું છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવા પાલિકાએ તૈયારીઓ કરી લીધી છે. સુરત શહેરમાં ઝીંક, વિટામીન સી, મેગ્નેશિયમ વિટામીન ડી, મલ્ટી વિટામીન, મિનરલ ટેબલેટના વેચાણમાં વધારો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch