Sun,17 November 2024,8:02 pm
Print
header

મુંબઈમાં ડરાવી રહી છે બ્લેક ફંગસ, ત્રણ બાળકોની કાઢવી પડી આંખો

(પ્રતીકાત્મક તસવીર)

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બ્લેક ફંગસનું ભયાનક રૂપ  સામે આવ્યું છે. શહેરમાં 4 થી લઈ 16 વર્ષના બાળકોમાં પણ બ્લેક ફંગસ જોવા મળી છે. અલગ-અલગ હોસ્પિટલોમાં બ્લેક ફંગસના શિકાર ત્રણ બાળકોની આંખ કાઢવી પડી છે. બાળકોમાં વધી રહેલા મામલાથી ડોક્ટરો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. 

ફોર્ટિસ હોસ્પિટલના સીનિયલ પીડિયાટ્રીશિયલન કન્સલટન્ટ ડો. જેસલ શાહે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં પણ કાળી ફૂગ જોવા મળી રહી છ. તેઓ અમારી પાસે આવ્યા ત્યારે 48 કલાકમાં જ તેમની આંખ કાળી પડી ગઈ હતી. આ ફૂગ તેમના નાક, આંખ અને સાયનસમાં ફેલાઈ હતી. આ બાળકો નસીબદાર હતા કે ફંગસ મગજ સુધી પહોંચી નથી. છ સપ્તાહ સુધી સારવાર ચાલી પણ એક આંખ ગુમાવી દીધી હતી. આંખ અને કેન્સર સર્જન ડો. પૃથેશ શેટ્ટી અનુસાર 4 અને 6 વર્ષના બાળકોમાં બ્લેક ફંગસ જોવા મળી છે આ બંને મામલામાં બાળકની એક આંખ કાઢી નાંખવી પડી હતી.આ બાળકોને કોવિડ થયો હતો પરંતુ ડાયાબિટિસ ન હતો. પરંતુ 14 અને 16  વર્ષની બે છોકરીમાં કોરોના બાદ ડાયાબિટિસ પણ થયો હતો. 14 વર્ષની છોકરીની આંખ કાઢવી પડી હતી, જ્યારે 16 વર્ષની છોકરીના પેટમાં બ્લેક ફંગસ જોવા મળી હતી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch