Sat,16 November 2024,6:22 pm
Print
header

મુંબઈમાં કોરોના સંક્રમણ વધ્યું, સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ- Gujarat Post

મુંબઈઃ હાલના દિવસોમાં કોરોના વાયરસ ચેપનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે.કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે નાગરિકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જે અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 આગામી 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દરિયા કિનારા, ખુલ્લા મેદાનો, બગીચાઓ અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે, પોલીસ પણ ધ્યાન રાખશે કે આ નિયમોનું ઉલ્લંઘન ન થાય. લગ્ન સમારોહમાં 50 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં.કોઈ પણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ એકઠા થઈ શકશે. તેનાથી વધુ લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.

અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જ હાજર રહી શકશે.આ સિવાય અન્ય તમામ પ્રતિબંધો યથાવત રહેશે. નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. તે 15 જાન્યુઆરીની મધરાત 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. મહારાષ્ટ્રમાં દરરોજ આવતા નવા કેસોમાં મુંબઈ મોટો હિસ્સો છે. 30 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 5368 નવા કેસ નોંધાયા છે. તેમાં મુંબઈનો હિસ્સો લગભગ 66 ટકા હતો.ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198 નવા કેસ નોંધાયા હતા, મુંબઈમાં જ 190 કેસ નોંધાયા છે, રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 450 થઈ ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch