Sun,17 November 2024,5:13 pm
Print
header

હૃદય કંપાવી દેનારી ઘટનાઃ મુંબઈમાં નવજાત બાળકીના જન્મની ખુશીના પૈસા ન આપતાં બે કિન્નરોએ એવું કર્યું કે..

મુંબઇઃ કફ પરેડમાં હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે, આર્થિક તંગીને કારણે પરિવારે બાળકીના જન્મની ખુશીમાં કિન્નરોને પૈસા ન આપતાં ત્રણ મહિનાની નવજાત બાળકીનું બે કિન્નરોએ ઘરમાંથી અપહરણ કરીને તેને દરિયાની ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. તેમણે નવજાતની હત્યા કરીને દાટી કે પછી જીવતી દાટી દીધી એની તપાસ હાથ ધરાઇ છે

મુંબઈના કફ પરેડમાં આંબેડકરનગરમાં વિઠ્ઠલવાડી ખાતે આ ઘટના બની છે. આ વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય ચિતકોટ પરિવારમાં બાળકીનો જન્મ થયો હતો. દંપતીને એક છ વર્ષનો પુત્ર છે,જે પછી ઘરમાં બીજી બાળકીનો જન્મ થયો હતો. તેનું નામ આર્યા રાખ્યું હતું. કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષીસ લેવા રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો. પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને રૂ. 1100 માગ્યા હતા, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ બક્ષીસ કિન્નરને આપી શક્યા ન હતા, જેથી કિન્નર ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગયો હતો. ગુરુવારે મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાની જોડીદાર સોનુ કાળેને સાથે રાખીને ષડયંત્ર કર્યું હતુ. ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી બંને કિન્નર ઘરમાં ઘૂસી ગયા હતા અને નવજાત બાળકીને ઉપાડી ગયા હતા. સવારે પરિવાર જાગ્યો ત્યારે નવજાત ગુમ થતા અફડા તફડી મચી ગઇ હતી, આ અંગે પરિવારે કફ પરેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી, કિન્નર અને તેના સાગરીતને ઝડપી લીધા હતા અને હત્યાની કબૂલાત કરી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch