Fri,15 November 2024,5:05 am
Print
header

સમીર વાનખેડે પર CBI નો સકંજો, આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે 25 જગ્યાઓએ દરોડા

સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી

સીબીઆઇએ કરી મોટી કાર્યવાહી  

મુંબઇઃ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ફરથી પકડવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ડ્રગ્સ કેસમાં આર્યનનો નિર્દોષ છૂટકારો થયા પછી હવે એનસીબીના સમીર વાનખેડે પર સકંજો કસાયો છે. આ કેસમાં સીબીઆઇએ મુંબઇ, દિલ્હી અને રાંચી સહિત 25 સ્થળો પર દરોડા પાડ્યાં છે. આ જગ્યાઓ સમીર વાનખેડે સાથે જોડાયેલી છે. સીબીઆઇએ વાનખેડે સહિત 5 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને મુંબઇમાં વાનખેડેના ઘરની તલાશી લેવાઇ છે.

વાનખેડેના નજીકના વ્યક્તિએ લીધા હતા 50 લાખ રૂપિયા

એનસીબીના પૂર્વ ચીફ વાનખેડેની વધી મુશ્કેલી

સમીર વાનખેડે પર 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે અને છેલ્લા ઘણા સમયથી સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી હતી. આર્યન ખાનને ખોટી રીતે ફસાવ્યાંનું એનસીપીના નેતાઓનું માનવું હતુ. બાદમાં તેની સામે ડ્રગ્સના કોઇ પુરાવા ન હોવાથી ક્લિનચીટ મળી હતી અને સમીર વાનખેડે પર કાયદાનો સકંજો કસાયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch