Mon,18 November 2024,11:56 am
Print
header

કચ્છ પોલીસની નિર્દયતા ! યુવકના ગુપ્ત ભાગમાં પેટ્રોલનાં પોતા નાખીને એવું કરાયું કે પરિવારજનો ચોંકી ઉઠ્યા

કચ્છઃ મુન્દ્રામાં ચોરીના આરોપમાં પોલીસે અટકાયત કરેલાં એક યુવાનનાં મોતથી  ચકચાર મચી છે. કસ્ટોડિયલ ડેથ મામલે મુન્દ્રા પોલીસના 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે.

વિગતે વાત કરીએ તો મુન્દ્રા નજીક આવેલાં સમાઘોઘામાં ગામમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે શંકાને આધારે 3 યુવકોની અટકાયત કરી હતી. તેમાંથી એક યુવાન અરજણ ગઢવી હતો. 12મી જાન્યુઆરીએ પોલીસે તમારું પાર્સલ આવ્યું છે તેમ કહીને તેને ઉઠાવી ગઇ હતી, પોલીસના માર મારવાને કારણે અરજણનું મોત નિપજ્યું હોવાના આરોપ છે. પોલીસે મામલો દબાવવા મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. પરિવારજનોના ભારે વિરોધ બાદ ત્રણ પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

મૃતકના કૌટુંબિક ભાઈ અને વ્યવસાયે વકીલ એવાં દેવરાજ રતનભાઈ ગઢવીએ લખાવેલી ફરિયાદ મુજબ ગત 13 જાન્યુઆરીની સવારે મૃતક અરજણ ખેરાજ ગઢવીને (ઉ.વ.27) તેનું પાર્સલ આવેલું હોવાનું કહી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો, સતત છ દિવસ સુધી તેને ચોરીના શકમંદ તરીકે કાયદેસરની અટક બતાવ્યાં વિના ગુનાની કબૂલાત કરાવવા ઢોર માર મારવામાં આવ્યો હતો, પોલીસે શક્તિસિંહ ગોહિલ,અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો.

મૃતક અરજણે પોતાના ભાઈઓને પોતાના પર થયેલાં દમનની વાત કરતા કહ્યું કે તેણે કોઈ ચોરી કરી નથી. છતાં આ ત્રણેય કોન્સ્ટેબલોએ તેને ખૂબ માર માર્યો હતો. ગુપ્ત ભાગે પેટ્રોલના પોતાં ભરાવ્યાં હતા અને વીજળીનો કરંટ આપ્યો હતો. જેથી તે ચાલી પણ શકતો ન હતો. એક પોલીસવાળો મારીને જાઈ એટલે બીજો પોલીસવાળો આવીને માર મારતો હતો.

સમગ્ર ઘટના ત્યારે બહાર આવી કે જ્યારે મુન્દ્રા પોલીસના મારથી મૃતક અરજણ ગઢવીનું મોત થયું, મુન્દ્રા પોલીસના ત્રણેય આરોપી કર્મચારીઓ મૃતક યુવાન અરજણ ગઢવીને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં કહ્યું કે આ મોત હાર્ટ એટેકથી નીપજ્યું છે અને અરજણના મૃતદેહને સરકારી દવાખાનામાં મૂકીને નીકળી ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch