Fri,15 November 2024,6:40 pm
Print
header

DRI નું મોટું ઓપરેશન, મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડનો ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કરાયો- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો 

કચ્છઃ ડીઆરઆઇએ ફરી એક વખત સપાટો બોલાવી દીધો છે, કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી DRIએ ગેરકાયદેસર રીતે લવાયેલો ઇ-સિગારેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા થાય છે, આ વસ્તુ પર પ્રતિબંધ હોવા છંતા કેટલીક ગેંગ દ્વારા આ જથ્થો ભારતમાં લાવવામાં આવે છે અને અહીંના માર્કેટમાં વેચીને યુવાનોને ટાર્ગેટ કરાય છે.

અગાઉ પણ ઝડપાયો હતો ઇ સિગારેટનો જથ્થો 

કરોડો રૂપિયાનો ગેરકાયદેસર બિઝનેસ

ડીઆરઆઇએ શરૂ કરી ઉંડી તપાસ

ડીઆરઆઇની ટીમે અંદાજે 85 લાખ જેટલી ઇ સિગારેટ જપ્ત કરી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 17 કરોડ રૂપિયા જેટલી થાય છે. થોડા સમય પહેલા પણ મુદ્રા અને સુરતમાંથી કરોડો રૂપિયાની ઇ સિગારેટ જપ્ત કરાઇ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા ફરીથી મોટી કાર્યવાહી કરાઇ છે. હાલમાં તપાસ હાથ ધરાઇ છે કે આ ઇ સિગારેટનો જથ્થો ક્યાંથી લાવીને ક્યાં લઇ જવાનો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch