Fri,15 November 2024,6:28 pm
Print
header

મુદ્રા પોર્ટ પર DRI ની કાર્યવાહી, રૂ.33 કરોડની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરાઇ- Gujarat Post

કચ્છઃ વિદેશી સિગારેટની કરોડો રૂપિયાની દાણચોરીનો પર્દાફાશ કરાયો છે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ કચ્છના મુદ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી કરીને વિદેશથી લવાયેલી વિદેશી બ્રાન્ડની અંદાજે 33 કરોડ રૂપિયાની સિગારેટ જપ્ત કરી છે, વિદેશી બ્રાન્ડની આ સિગારેટ ગેરકાયદેસર રીતે પોર્ટ પર લાવવામાં આવી હતી. જેને જપ્ત કરવામાં આવી છે.

અમદાવાદ DRIની ટીમે આ જથ્થો સિઝ કરીને તપાસ હાથ ધરી છે કે આ કરોડો રૂપિયાની સિગારેટ કોણે મંગાવી હતી અને અહીંથી આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો. અગાઉ પણ મુદ્રા પોર્ટ પરથી 48 કરોડ રૂપિયાનો ઇ સિગારેટનો જથ્થો જપ્ત કરાયો હતો, જેમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ હતી, આવી જ રીતે સુરતમાંથી પણ ઇ સિગારેટનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો, જો કે હાલમાં પકડાયેલો જથ્થો સિગારેટનો છે.

DRI ની મોટી કાર્યવાહી 

પ્રતિબંધિત વસ્તુઓ મંગાવનારાઓ પર કાર્યવાહી 

અગાઉ પણ ઝડપી પાડવામાં આવી હતી દાણચોરી 

જપ્ત કરાયેલી વિદેશી બ્રાન્ડની સિગારેટની કિંમત 33 કરોડ રૂપિયા જેટલી થાય છે, આ જથ્થો અન્ય કોઇ વસ્તુની આડમાં લાવવામાં આવ્યો હતો. માન્ચેસ્ટર એન્ડ મૅક આઇસ બ્રાન્ડ્સની આ સિગારેટ કોઇ વેપારીએ ખોટી રીતે મંગાવી હતી, હાલમાં આ મામલે ઉંડી તપાસ કરાઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch