Fri,15 November 2024,5:57 pm
Print
header

ગુજરાત ATS ને મોટી સફળતા, મુદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાની કિંમતનું 75 કિલો હેરોઇન જપ્ત- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો 

કચ્છઃ ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, કચ્છના મુદ્રા પોર્ટ પરથી ગુજરાત એટીએસે 75 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, પંજાબ પોલીસને આ ડ્રગ્સની બાતમી મળી હતી, જેને આધારે ગુજરાત એટીએસની ટીમે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે. 

વિદેશમાંથી આવેલા કન્ટેનરમાંથી નીકળ્યું હેરોઇન 

અગાઉ પણ ઝડપાઇ ચુક્યું છે ડ્રગ્સ

ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસનું ઓપરેશન 

પંજાબના ડીજીપી ગૌરવ યાદવે માહિતી આપતા જણાવ્યું કે તેમને હેરોઇનનો જથ્થો વિદેશથી લવાયો હોવાની માહિતી મળી હતી, બાદમાં તેમને ગુજરાત પોલીસનો સંપર્ક કરીને આ ઓપરેશન પાર પાડ્યું છે. એક કન્ટેનરમાં કાપડની થેલીઓમાં આ જથ્થો છુપાવીને લવાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કન્ટેનર યુએઇના જેબેલ અલી પોર્ટથી પરથી લોડ કરાઇને ભારત મોકલાયું હતુ. જેને પંજાબના કોઇ વેપારીએ અન્ય વસ્તુની આડમાં મંગાવ્યું હતુ.

હાલમાં પંજાબ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, અગાઉ પણ પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસે આવી જ રીતે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ, હવે ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા થવા જાય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch