Fri,15 November 2024,7:54 am
Print
header

મ્યાનમારના સૈન્યએ નાગરિકો પર કર્યાં બોમ્બ ધડાકા, બાળકો સહિત 100 લોકોનાં મોતથી સનસની

મ્યાનમારઃ સેનાએ મંગળવારે લશ્કરી શાસનનો વિરોધ કરી રહેલા નાગરિકોના ટોળાં પર હવાઈ હુમલો  કર્યો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બાળકો સહિત 100 લોકોનાં મોત થયા છે.આ કાર્યક્રમનું આયોજન લશ્કરી શાસનના વિરોધીઓ વતી કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકો સામેલ થયા હતા. એએફપીના અહેવાલ મુજબ મ્યાનમારની સેનાએ એક ગામ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી હતી

સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમાર સૈન્ય દ્વારા નાગરિકો પર કરવામાં આવેલા હવાઈ હુમલાની નિંદા કરી છે. યુએનના માનવાધિકારના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે હવાઈ હુમલાનો અહેવાલ ખૂબ જ ખલેલ પહોંચાડનારો છે. મૃતકોમાં કાર્યક્રમમાં નૃત્ય કરતા શાળાના બાળકો અને ઉદઘાટન સમારોહમાં ભાગ લેનારા અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે, જેના પર સૈન્ય દ્વારા હેલિકોપ્ટર દ્વારા બોમ્બ ધડાકા કરવામાં આવ્યાં હતા.

મૃતકોમાં લશ્કરી શાસન વિરુદ્ધ સશસ્ત્ર જૂથોના નેતાઓનો પણ સમાવેશ થાય છે

સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું કે, એર સ્ટ્રાઈકમાં સેના વિરોધી શાસન જૂથ નેશનલ યુનિટી ગવર્મેન્ટ (NUG) ની ઓફિસ નષ્ટ થઈ ગઈ. બોમ્બ વિસ્ફોટના સમયે સમારોહમાં મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સામેલ થઈ રહ્યાં હતા. મૃતકોમાં સશસ્ત્ર જૂથોના નેતાઓ અને લશ્કરી શાસન સામેના અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.

લશ્કરી બળવા પછી 3,000 થી વધુ નાગરિકો માર્યાં ગયા હોવાનો અંદાજ છે 

ફેબ્રુઆરી 2021 માં મ્યાનમારની સેનાએ બળવો કરીને દેશમાં સત્તા સંભાળી હતી. ત્યારથી દેશમાં સૈન્ય શાસન સામે વિરોધ જોવા મળી રહ્યો છે. સેના આ પ્રદર્શનોને દબાવવા માટે લોકો પર જોરદાર કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી સેનાની કાર્યવાહીમાં 3000થી વધુ નાગરિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch