Sat,16 November 2024,6:32 pm
Print
header

Myntra પર ડુપ્લીકેટ વસ્તુઓની ભરમાર, કોઇ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા સો વખત વિચારજો- Gujarat Post

અમદાવાદઃ આજકાલ ઓનલાઇન વસ્તુઓ ખરીદવાની હોડમાં છેતરપિંડીના કિસ્સા વધી રહ્યાં છે, જેમાં ગ્રાહકો પોતાનો સમય બચાવવા અને ડિસ્કાઉન્ટના ચક્કરમાં ઓનલાઇન વસ્તુઓ ખરીદે છે જેમાં ઘણી વખત તેમની સાથે છેતરપિંડી થાય છે, ઓનલાઇન શોપિંગ એપ Myntra પર અનેક ગ્રાહકો છેતરાયા છે, તમને અહીં 3000 રૂપિયાના શુઝ 999 રૂપિયામાં આપવાના નામે છેતરવામાં આવે છે Puma, Adidas, Reebok, Nike સહિતની અનેક બ્રાન્ડના શુઝમાં છેતરપિંડી થઇ રહી છે, વેપારીઓ હવે તમને ગમે તેવી અને નકલી વસ્તુઓ પધારાવી રહ્યાં છે, જે ચાર મહિના પણ ચાલતી નથી અને ગ્રાહકોને પછીથી કોઇ જવાબ પણ મળતો નથી.

Myntra થી ખરીદી કરનારા લોકો શુઝ, પેન્ટ, શર્ટ, ડ્રેસ, ઘડિયાળ, પર્સ સહિતની અનેક વસ્તુઓમાં છેતરાઇ રહ્યાં છે, Myntra સાથે જોડાયેલા વેપારીઓ હવે રૂપિયા કમાવવાની લાલચમાં નકલી વસ્તુઓ વેચી રહ્યાં છે અને Myntra આવા વેપારીઓ સામે કોઇ કાર્યવાહી પણ કરતું નથી, પરંતુ હવે જો તમારી સાથે કોઇ આવી છેતરપિંડી થઇ હોય તો તમે પણ ગ્રાહક સુરક્ષામાં Myntra જેવી છેતરપિંડી કરી રહેલી કંપનીઓ સામે ફરિયાદ કરી શકો છો. 80 ટકા, 90 ટકા ડિસ્કાઉન્ટના ચક્કરમાં Myntra ક્યારે તમને નકલી વસ્તુ પધરાવી જાય છે તે પણ ખબર નથી પડતી, જ્યારે ખબર પડે છે ત્યારે રિટર્ન, વોરન્ટી કે ગેરંટીનો સમય પણ પુરો થઇ ગયો હોય છે.

અભિનેતા Hrithik Roshan અને Kiara Advani જેવા અનેક સ્ટાર Myntra ના બ્રાન્ડ એમ્બેસેડરનું કામ કરી રહ્યાં છે અને આ જ કંપની હવે બધાને ચૂનો લગાવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch