Sat,21 September 2024,8:08 am
Print
header

રૂપિયા 17 કરોડનો ઢગલો...ઓનલાઇન સટ્ટા સ્કેમમાં દરોડા દરમિયાન 200 કિલો ચાંદી અને 14 કિલો સોનું જપ્ત

મહારાષ્ટ્રઃ આજકાલ ઓનલાઇન સટ્ટાનું મોટું માર્કેટ બની ગયું છે, લોકો નફો કરે છે તેના કરતા અનેક ગણા રૂપિયા તેમના ડૂબી જાય છે. વાત છે નાગપુરના ગોંદિયાની, કે જ્યાં ઓનલાઇન સટ્ટામાં એક વેપારીએ 58 લાખ રૂપિયા ગુમાવ્યાં હતા, જેથી તેને આ જાણકારી પોલીસને આપી હતી અને પોલીસે સટ્ટો રમાડનારનું સરનામું શોધીને ત્યાં દરોડા પાડ્યાં હતા. જ્યાંથી 17 કરોડ રૂપિયાની રોકડ મળી છે, પોલીસ રૂપિયાનો ઢગલો જોઇને ચોંકી ગઇ હતી.

ક્રિકેટ બુકીએ ઓનલાઇન ગેમ્બલિંગ પ્લેટફોર્મ બનાવ્યું હતુ

આરોપી દુબઇ ભાગી ગયો હોવાનું આવ્યું સામે

કરોડો રૂપિયાની રોકડ કરાઇ જપ્ત

પોલીસને અહીંથી 200 કિલો ચાંદી અને 14 કિલો સોનું પણ મળી આવ્યું છે. આ ક્રિકેટ સટ્ટો ચલાવનારો અનંત જૈન હોવાનું સામે આવ્યું છે, તે ઓનલાઇન ગેમ્બલિંગ એકાઉન્ટ ખોલીને લોકોને સટ્ટો રમાડતો હતો. ફરિયાદીએ ત્યારે ફરિયાદ આપી જ્યારે તેના 58 લાખ રૂપિયા આ સટ્ટામાં ડૂબી ગયા હતા, જો કે એવું પણ સામે આવ્યું છે કે ફરિયાદી પહેલા 5 કરોડ રૂપિયા સટ્ટામાંથી કમાયો હતો, હાલમાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે, પોલીસને સટ્ટો રમાનારા અનેક લોકોની યાદી પણ મળી હોવાનું સામે આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch