Fri,15 November 2024,8:14 am
Print
header

કોણ છે અતિકના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરનાર યુપી પોલીસના બે અધિકારીઓ ? જેમની થઈ રહી છે ચર્ચાઓ

ઝાંસીઃ ઉમેશપાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની (એસટીએફ) ટીમે ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલને ગોળી મારનાર શૂટર ગુલામ મોહમ્મદ અને અસદ એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યાં ગયા છે.એસટીએફની 12 સભ્યોની ટીમનું નેતૃત્વ ડેપ્યુટી એસપી નવેન્દુ કુમાર નવીન અને ડેપ્યુટી એસપી વિમલ કુમાર સિંહે કર્યું હતું. એસટીએફના એડીજી અમિતાભ યશે માહિતી આપતા જણાવ્યું કે, બંને આરોપીઓને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો.પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં બંને માર્યાં ગયા છે. 

ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલની આગેવાની હેઠળની એસટીએફની ટીમમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ, ઇન્સ્પેક્ટર જ્ઞાનેન્દ્ર કુમાર રાય, સબ ઇન્સ્પેક્ટર વિનય તિવારી, ચીફ કોન્સ્ટેબલ પંકજ તિવારી, સોનુ યાદવ, સુશીલ કુમાર, ભૂપેન્દ્ર સિંહ, કમાન્ડો અરવિંદ કુમાર, કમાન્ડો દિલીપકુમાર યાદવનો સમાવેશ થાય છે.

કોણ છે નવેન્દુ કુમાર નવીન ? 

નવેન્દુ કુમાર નવીનને યુપી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ભરતી કરવામાં આવ્યાં હતા. નવેન્દુ સિંહ છેલ્લા 8 વર્ષથી યુપી એસટીએફના પ્રયાગરાજ યુનિટમાં કામ કરી રહ્યાં છે. 4 વર્ષથી પ્રયાગરાજ એસટીએફ યુનિટનો હવાલો સંભાળી રહ્યાં છે. યુપી પોલીસની વેબસાઇટ અનુસાર, નવીન એસટીએફમાં ડીએસપી છે, જેમની પોસ્ટિંગ લખનઉ જિલ્લામાં છે. નવીન કુમારનો જન્મ 3 ઓગસ્ટ 1967ના રોજ સારણ, બિહારમાં થયો હતો. તેમના પિતાનું નામ ભોળાનાથ રાય છે. નવીન 2017 કેડરના પોલીસ અધિકારી છે. નવેન્દુને 2017 માં વિશેષ ટાસ્ક ફોર્સમાં શામેલ કરવામાં આવ્યાં હતા. 

થોડા વર્ષો પહેલા એક લૂંટારુ સાથે એન્કાઉન્ટરમાં તેમને હાથ અને ગળામાં ગોળી વાગી હતી. ગયા વર્ષે નવેન્દુએ બે મોટા ગુનેગારોને મારી નાખ્યા હતા. આ માટે તેમને 2008માં રાષ્ટ્રપતિ વીરતા મેડલ અને 2014માં રાષ્ટ્રીય વીરતા મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ગયા વર્ષે 2022માં નવેન્દુને સ્વતંત્રતા દિવસ પર તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા.

કોણ છે વિમલ કુમાર સિંહ ? 

વિમલ સિંહ યુપી એસટીએફના લખનઉ મુખ્યાલયમાં ડેપ્યુટી એસપી છે. નવેન્દુની જેમ વિમલસિંહ પણ સબ-ઇન્સ્પેક્ટરમાંથી યુપી પોલીસમાં જોડાયા હતા. યુપી એસટીએફમાં પોસ્ટિંગ દરમિયાન પૂર્વાંચલના ઘણા મોટા માફિયાઓ પર કાર્યવાહી કરવામાં વિમલ સિંહના બાતમીદાર નેટવર્કે મહત્વની ભૂમિકા ભજવી છે.તે ઉત્તર પ્રદેશના જૌનપુરના વતની છે અને 2018 કેડરના પોલીસ અધિકારી છે. 

કોણ છે એસટીએફના એડીજી અમિતાભ યશ ?

બિહારના ભોજપુરથી આવેલા અમિતાભના પિતા રામ યશસિંહ પણ આઈપીએસ હતા. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યાં બાદ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈપીએસ બન્યાં હતા. કેપ્ટન તરીકે અમિતાભ યશનો પહેલો જિલ્લો સંત કબીર નગર હતો. અહીં 11 મહિના સુધી સેવા આપ્યાં બાદ તેમને બારાબંકી મહારાજગંજ, હરદોઈ, જાલૌન, સહારનપુર, સીતાપુર, બુલંદશહર, નોઈડા અને કાનપુરમાં એસપી અને એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch