Sun,17 November 2024,5:03 am
Print
header

માતાજીની ભક્તિમાં પણ આભડછેટ, વડોદરાના પીલોલમાં દલિત મહિલાઓને ગરબામાંથી કાઢી મુકાઈ

આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ 

(પ્રતિકાત્મક તસવીર)

વડોદરાઃ ગુજરાતમાં હાલ નવરાત્રિનો રંગ જામ્યો છે, દરમિયાન વડોદરાના પીલોલ ગામમાં આભડછેટની મોટી ઘટના સામે આવી છે. સાવલી તાલુકાના પીલોલ ગામમાં માતાજીના મંદિરના ચોકમાં યોજાતા ગરબા મહોત્સમાં દલિત સમાજની મહિલાઓ સહિત બે વ્યક્તિઓને ચાલુ ગરબામાંથી બહાર કાઢી મુકવામાં આવ્યાં હતા.આ અંગે પોલીસે ગરબા નહીં રમવા દેનારી બે મહિલાઓ સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સાવલી તાલુકાના પીલોલ ગામમાં રહેતા અને અલિન્દ્રાની ખાનગી કંપનીમાં નોકરી કરતાં વિનોદભાઈ, તેમના કાકાના પુત્ર યોગેશભાઈ, યોગેશભાઈના પત્ની અને તેની ભત્રીજી માતાજીના ચોકમાં આયોજીત ગરબા મહોત્સવમાં ગરબા રમવા ગયા હતા. ગરબા રમી રહેલા આ લોકોએ એક રાઉન્ડ માર્યા બાદ તેમની આગળ ગરબા રમતા લાલા પરમારે તેમને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગરબામાંથી બહાર કાઢી મુક્યા હતા, કદી દીધું કે તમારાં બૈરા, છોકરાઓ અમારા સમાજના ગરબા રમી ન શકે. જે બાદ અન્ય લોકોએ પણ વિનોદભાઈ તથા તેમના પરિવારજનોને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જેથી તેમણે ગાળો ન બોલવા જણાવ્યું હતું. આથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા, તમારાથી અમારા સમાજમાં ગરબા રમી શકાય નહીં તેમ કહીને ઝઘડો કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch