• ગરમીના પ્રકોપ વચ્ચે ખેલૈયાઓની ચિંતા વધી
  • અમદાવાદમાં પારો 39 ડિગ્રી નજીક
  • 19 મીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું સંકટ

અમદાવાદઃ  ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, લોકો ઓક્ટોબર મહિનામાં ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે. અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ તરફથી નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 19 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવમા નોરતે વરસાદી ઝાપટાં પડવાની શક્યતાથી ગરબે ઘૂમતા ખેલૈયાઓની મજા બગડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, 19 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સંઘપ્રદેશ દીવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 

રાજ્યમાં એક તરફ વરસાદની શક્યતા છે, બીજી તરફ અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે છેલ્લા 9 વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં આટલું ઊંચું જોવા મળ્યું છે. અગાઉ વર્ષ 2017 ના ઓક્ટોબરમાં તાપમાન 39.4 ડિગ્રી અને વર્ષ 2024ના ઓક્ટોબરમાં 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.