Thu,14 November 2024,12:24 pm
Print
header

હવે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28% GST ભરવો પડશે, કેન્સરની દવાઓ પર ટેક્સ નહીં લાગે

નવી દિલ્હીઃ GST કાઉન્સિલની 50મી બેઠક નવી દિલ્હીમાં મળી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બેઠકની અધ્યક્ષતા કરી હતી. GST કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28% GST વસૂલવા સંમત થઈ છે. હવે સિનેમા હોલમાં ખાવાનું પણ સસ્તું થશે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે. કેન્સરની દવાઓ પર GST લાગુ થશે નહીં.

GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને માહિતી આપતા કહ્યું કે હવે સોમવારે ઓનલાઈન ગેમિંગ, કેસિનો, હોર્સ રેસિંગમાં બેટ્સની કુલ રકમ પર 28 ટકાના દરે ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ લગાવતી વખતે તે કૌશલ્યની રમત છે કે તકની છે તેના આધારે કોઈ તફાવત કરવામાં આવશે નહીં.

કેન્સરની સારવારની દવા પર કોઈ ટેક્સ નહીં લાગે

સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં કેન્સરની સારવારની દવાઓ અને દુર્લભ રોગોમાં વપરાતી દવાઓને GSTના દાયરામાં રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત GST કાઉન્સિલે ખાનગી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઇટ લોન્ચિંગ સેવાઓને GSTમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લીધો હતો. કેન્સરની સારવારની દવા પર કોઈ ટેક્સ લાગશે નહી.

સિનેમા હોલમાં ભોજન સસ્તું થશે

જો તમને ફિલ્મો જોવી ગમે તો હવે સિનેમા હોલમાં સસ્તું ભોજન મળશે. સિનેમા હોલમાં મળતા ફૂડ પરનો GST રેટ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ તે 18 ટકા હતો. આ સિવાય કેટલીક અન્ય પ્રોડક્ટ્સ પર પણ જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ન રાંધેલા ખાદ્યપદાર્થો, માછલી અને સોલ્યુબ પેસ્ટ પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ ઉત્પાદનો પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલની બેઠકમાં GST ટ્રિબ્યુનલની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch