Sat,21 September 2024,12:49 am
Print
header

ન્યૂઝ ક્લિકના સ્થાપક અને એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થ સહિત 2 લોકોની ધરપકડ,પોલીસ તિસ્તા સેતલવાડના ઘરે પણ પહોંચી

નવી દિલ્હીઃ  ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝ ક્લિક અને તેની સાથે સંકળાયેલા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. પોલીસે કંપનીના પરિસરમાં કુલ 37 પુરુષો અને 9 મહિલાઓની પૂછપરછ કરી છે. તેમના રહેઠાંણના સ્થળો પર પણ દરોડા કરાયા છે. તપાસ માટે તેમના ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો વગેરે જપ્ત કર્યાં છે.

આ લોકોની ધરપકડ કરાઇ

ન્યૂઝ ક્લિક અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો સામે દિલ્હી પોલીસ સ્પેશિયલની કાર્યવાહી ચાલુ છે. જેમાં પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા EDએ પણ આ વેબસાઈટના સ્થળો પર દરોડા પાડ્યાં હતા.તપાસ દરમિયાન મળી આવેલા કેટલાક દસ્તાવેજો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યાં હતા, ત્યારબાદ સ્પેશિયલ સેલે 17 ઓગસ્ટે UAPA હેઠળ કેસ નોંધ્યો હતો.

તિસ્તા સેતલવાડના ઘરે પોલીસ

ન્યૂઝ ક્લિક પરના દરોડાને લઈને મુંબઈ પોલીસની સાથે દિલ્હી પોલીસની એક ટીમ તિસ્તા સેતલવાડના ઘરે લગભગ 12 કલાકથી હાજર છે. પોલીસ ટીમ સેતલવાડના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરેની તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર તિસ્તા સેતલવાડના ઘરે પોલીસની 8 ટીમો હાજર છે.આ એ જ તિસ્તા છે જેને ગોધરા રમખાણો બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ષડયંત્ર કર્યું હતુ.

ચીની ભંડોળના આરોપો

ન્યૂઝ વેબસાઈટ વિરુદ્ધ લગભગ 2 વર્ષથી તપાસ ચાલી રહી છે. EDએ આરોપ લગાવ્યો છે કે ન્યૂઝ ક્લિક દ્વારા પ્રાપ્ત વિદેશી ભંડોળ FCRA એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન કરે છે. ભારતમાં ચીન સમર્થિત સમાચારો ચલાવવા માટે વેબસાઇટને ગેરકાયદેસર રીતે 38 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતા. આ ભંડોળનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થતો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch