Fri,15 November 2024,7:53 am
Print
header

નાઇજીરીયામાં ભરચક બજારમાં બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર, 50 લોકોનાં મોતથી સનસની

નાઇજીરિયા: આફ્રિકન દેશમાં બંદૂકધારીઓએ હદ વટાવી દીધી છે.આફ્રિકન દેશ નાઇજીરિયામાં મોટો નરસંહાર થયો છે. અહીં કેટલાક શખ્સોએ ભરચક બજારમાં ફાયરિંગ શરૂ કર્યું હતું.આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. બંદૂકધારીઓ ત્યાંના સ્થાનિક જ હોવાની આશંકા છે. જેમણે આ મોટા નરસંહારને અંજામ છે. પોલીસે જણાવ્યું કે ઉત્તર મધ્ય નાઇજિરિયાના બેનુ રાજ્યમાં બંદૂકધારીઓએ 50 લોકોની હત્યા કરી છે.હજી સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. જેઓ અગાઉ ઉત્તરીય મધ્ય નાઇજિરિયામાં જમીનના વિવાદોને લઈને ખેડૂતો સાથે અથડામણ કરી ચૂક્યાં છે. 

ઓટુપ્પોના સ્થાનિક સરકારના અધ્યક્ષ રુબેન બાકોએ જણાવ્યું કે બંદૂકધારીઓએ એક દિવસ પહેલા ઉમોગીડી ગામમાં અનેક હત્યાઓ કરી હતી. 

અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો સ્થાનિક લોકો  દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા છે. ખેડૂતોએ સ્થાનિક ઢોર ચરાવનારાઓ પર તેમના પાકનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે અને આ લોકોએ જ હુમલો કર્યાની આશંકા છે. ઢોર ચરાવરનારાઓનું કહેવું છે કે આ પાક પશુઓને ચરાવવા માટે જ છે, 1965માં દેશને આઝાદી મળ્યાં બાદ સૌ પ્રથમ આ કાયદાએ બધાએ ટેકો આપ્યો હતો. 

નાઇજિરીયાના ઉત્તર પશ્ચિમ અને મધ્યના પ્રદેશોમાં  દાયકાઓથી બે જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં વર્ષોથી ખેતીની ઉપજમાં ઘટાડો થયો છે. આવા વિસ્તારોમાં પરિવારો ગરીબ બની રહ્યાં છે અને ભૂખમરો વધી રહ્યો છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch