Sat,16 November 2024,8:03 pm
Print
header

સૌથી મોટા સમાચાર, રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય વધારાયો- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિને જોતા 8 મહાનગરોમાં આવતીકાલે 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 8 મહાનગરોમાં કર્ફ્યૂનો અમલ રાતના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે. કોરોના સંક્રમણ વધતા સરકારે નિયંત્રણોમાં ફેરફાર કર્યો છે. અગાઉ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે રાત્રિ કર્ફ્યૂ હતો. 

નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ગત 20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો.પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે તથા કોરોના ઓમિક્રોનના કેસોમાં વધારો થતા સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, નવી ગાઈડલાઈન 31 મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch