Fri,15 November 2024,10:27 am
Print
header

આરોપીની કબૂલાત...જે દિવસે નિક્કીની હત્યા કરવામાં આવી તે જ દિવસે સાહિલે બીજી યુવતી સાથે કર્યાં હતા લગ્ન

નવી દિલ્હીઃ નિક્કી યાદવ હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી સાહિલ ગેહલોતે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેણે 9 ફેબ્રુઆરીએ નહીં પણ 10 ફેબ્રુઆરીએ નિક્કી યાદવની હત્યા કરી હતી. આરોપીએ હત્યાના દિવસે લગ્ન પણ કરી લીધા હતા. 9 ફેબ્રુઆરીની રાત્રે સગાઈ બાદ લગભગ 1 વાગ્યાની આસપાસ તે પોતાના પિતરાઈ ભાઈની વર્ના કારમાં ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે ઉત્તમ નગરના બિન્દાપુર વિસ્તારમાં નિક્કીના ઘરે ગયો હતો. ત્યાં ત્રણ-ચાર કલાક રોકાયા બાદ સવારે 5 વાગ્યે નિક્કી સાથે ઘરેથી નીકળ્યો હતો. નિક્કી પાસે ગોવાની ટિકિટ હતી, પરંતુ સાહિલની ટિકિટ ન હતી. નિક્કીએ હિમાચલ પ્રદેશ જવાનું કહ્યું હતું. બંને હિમાચલ પ્રદેશ જવા માટે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ગયા હતા.

સાહિલના લગ્ન 10 ફેબ્રુઆરીએ હતા, તેથી પરિવાર સતત તેને ફોન કરી રહ્યો હતો. જે બાદ સાહિલે ઘરે જવાની વાત કરી હતી અને આ બાબતે નિક્કી સાથે ઝઘડો થયો હતો. 10 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાની આસપાસ સાહિલે નિક્કીની નિગમબોધ ઘાટની આસપાસ હત્યા કરી હતી,નિક્કીના મૃતદેહને આગળની સીટ પર મૂકી દીધો હતો. ત્યારબાદ આરોપી તેના મૃતદેહને મિત્રાઓ ગામના એક ધાબા પર લઈ ગયો હતો. ત્યાં તેણે કાર પાર્ક કરી અને લાશને કારમાં સંતાડી દીધી હતી.

લાશને ડેકીમાં રાખ્યા બાદ તે પોતાના ઘરે ગયો અને તે જ દિવસે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ સવારે 3:30 વાગ્યે તે બીજી કારમાં પાછો આવ્યો હતો અને કારમાંથી લાશને બહાર કાઢીને ફ્રિજમાં મૂકી દીધી હતી. નિક્કીની બેગ પણ તેના ફ્રિજ પાસે રાખવામાં આવી હતી.અને તેનો મોબાઈલ પોતાની પાસે રાખ્યો હતો.

લગ્ન બાદ આરોપી નિક્કીની લાશને બેગમાં નાખીને નદી કે નાળામાં ફેંકવાની કોશિશ કરી હતી. જે પાર્કિંગમાં હત્યા થઈ હતી તેનું લોકેશન આરોપીએ પોલીસને જણાવ્યુંં હતુ. ક્રાઇમ બ્રાન્ચની ટીમો લોકેશન પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. આરોપી સાહિલ પાસેથી નિક્કી યાદવનો ફોન પણ મળી આવ્યો છે. આરોપી સાહિલે નિક્કી યાદવના ફોનનો તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો.

આ તપાસમાં સાહિલ અને નિક્કીની વોટ્સએપ ચેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોપી જાણતો હતો કે તેની અને નિક્કી યાદવની ચેટ પોલીસ માટે એક મોટો પુરાવો છે. તેથી તેણે પોતાના અને નિક્કી યાદવના ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરી દીધા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમ ઉત્તમ નગરથી નિઝામુદ્દીન અને કાશ્મીરી ગેટ સુધીના રૂટના અનેક સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે, જેથી આરોપીના નિવેદનથી સત્ય બહાર આવે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch