Fri,15 November 2024,10:04 am
Print
header

નિક્કી હત્યા કેસમાં આખો પરિવાર નીકળ્યો હત્યારો, ભાઈ અને મિત્રએ લાશને ફ્રિજમાં છુપાવવામાં કરી હતી મદદ

નવી દિલ્હીઃ નિક્કી યાદવ હત્યા કેસમાં પોલીસે આરોપી સાહિલ ગેહલોતના પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. તમામ પર આરોપીઓને મદદ કરવાનો આરોપ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સાહિલે ઓક્ટોબર 2020 માં નોઈડાના આર્ય સમાજ મંદિરમાં નિક્કી સાથે લગ્ન કર્યાં હતા, પરંતુ આરોપીનો પરિવાર તેમના લગ્નથી ખુશ ન હતો. પોલીસને સાહિલ અને નિક્કી સાથે સંબંધિત લગ્નના પ્રમાણપત્રો પણ મળી આવ્યાં છે.

સાહિલના પરિવારે લગ્નની વાત છુપાવી હતી

પોલીસનું કહેવું છે કે આરોપીના પરિવારને સાહિલ અને નિક્કીના લગ્નની અગાઉથી જાણ હતી. તેમને ડિસેમ્બર 2022 માં સાહિલના લગ્ન બીજી જગ્યાએ નક્કી કર્યાં હતા. તેમને યુવતીના પરિવારથી એ વાત પણ છુપાવી હતી કે સાહિલના લગ્ન પહેલાથી જ થઈ ચૂક્યા છે. સાહિલના પિતા વિરેન્દ્ર સિંહ જાણતા હતા કે તેમના પુત્રએ નિક્કીની હત્યા કરી છે. સાહિલના મિત્ર અને પિતરાઇ ભાઇએ આરોપીને નિક્કીના મૃતદેહને ફ્રિજમાં છુપાવવામાં મદદ કરી હતી.

સાહિલે પહેલા નિક્કીની હત્યા કરી, પછી ધામધૂમથી લગ્ન કર્યાં

આ પહેલા ગુરુવારે પોલીસે ખુલાસો કર્યો હતો કે સાહિલ તેના પરિવારની પસંદગીની યુવતી સાથે સગાઈ કરીને પરત ફર્યો હતો, તેના એક દિવસ પહેલા 10 ફેબ્રુઆરીએ નિક્કીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના દિવસે તે પોતાના ઘરે પાછો ગયો હતો અને ધામધૂમથી લગ્ન કર્યાં હતા.

આ હત્યા 14 ફેબ્રુઆરીએ પ્રકાશમાં આવી હતી જ્યારે ઉત્તમ નગરમાં નિક્કીના પાડોશીએ પોલીસને તેના ગુમ થયાની જાણ કરી હતી. પોલીસ તપાસમાં સાહિલનું નામ સામે આવ્યું હતું તપાસ દરમિયાન નિક્કીનો મૃતદેહ તેના ધાબા પરથી મળી આવ્યો હતો.

લગ્ન કરવા કે ગર્લફ્રેન્ડ સાથે રહેવું સાહિલ મૂંઝવણમાં હતો

પોલીસે જણાવ્યું હતું કે સાહિલે ખુલાસો કર્યો હતો કે, શું કરવું તે નક્કી કરવામાં તે અસમર્થ હતો. શું તે પોતાના પરિવાર પ્રમાણે લગ્ન કરે કે ગર્લફ્રેન્ડ નિક્કી યાદવ સાથે રહે, પરંતુ તેની સગાઈ અને લગ્નના ફોટા અને વીડિયોમાં કંઈક બીજું જ છે. તે પોતાના લગ્નના તમામ ફંક્શનમાં ડાન્સ કરતા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે કેસને મજબૂત કરવા માટે તેમને મજબૂત સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક તપાસ સહિત ટેકનિકલ પુરાવા એકઠા કરવા પડશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch