Mon,24 June 2024,12:29 am
Print
header

બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા

- નિમુબેન બાંભણિયા એનડીએ સરકારમાં મંત્રી બન્યાં

- ભાવનગર લોકસભા બેઠક પરથી પ્રથમ વખત જીત્યાં

- તેઓ બે વખત ભાવનગરના મેયર રહી ચૂક્યાં છે

- નિમુબેન વ્યવસાયે શિક્ષિકા હતા, તેમના પતિ શાળા ચલાવે છે

ભાવનગરઃ મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતમાંથી કુલ છ સાંસદોને મત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં ભાવનગર લોકસભા બેઠક પરથી જીતેલા નિમુબેન બાંભણિયાનો પણ સમાવેશ થાય છે. ભૂતકાળમાં બે વખત મેયર રહી ચૂકેલા નિમુબેન સ્વચ્છ છબી ધરાવનારા નેતા છે. તે ભલે પહેલીવાર લોકસભામાં ચૂંટાયા હોય, પરંતુ તે પહેલા તે બે વખત મેયર રહી ચૂક્યાં છે.

જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ કોળી કાર્ડ રમીને ભાવનગર બેઠક પરથી તેમના વર્તમાન ધારાસભ્ય ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે ભાજપે નિમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યાં હતા. બાંભણિયાએ લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. તેમણે 7.16 લાખથી વધુ મત મેળવ્યા અને AAP ઉમેદવારને 2.61 લાખ મતોથી હરાવ્યાં હતા.

નિમુબેન કોળી સમાજમાંથી આવે છે

નિમુબેન તલપાડા કોળી સમૂદાયમાંથી આવે છે. તેમને ભાવનગરના ઘોઘા શેરી વિસ્તારમાંથી કાઉન્સિલરની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ત્રણ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેમને બે વખત મેયર બનવાની તક મળી હતી. નિમુબેને ભાજપના સંગઠન માટે પણ કામ કર્યું છે. તે સુરેન્દ્રનગરમાં પણ ભાજપ માટે કામ કરી ચુક્યાં છે, જ્યારે તેમને લોકસભાની ટિકિટ મળી હતી. ત્યારે નિમુબેન જૂનાગઢના પ્રભારી હતા.

નિમુબેન વ્યવસાયે શિક્ષિક હતા. તેમના પતિ એક શાળા ચલાવે છે. તેમના પતિ પણ શિક્ષક છે. શિક્ષકની છાપ તેમના જીવનમાં દેખાય છે. તે ખૂબ જ આદર્શ અને સંયમિત વર્તન ધરાવે છે. જ્યારે તેઓ મેયર હતા ત્યારે તેમના પરિવારના સભ્યોને સરકારી વાહનોનો ઉપયોગ કરવાની છૂટ પણ ન હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch