Sun,17 November 2024,7:17 pm
Print
header

ગુજરાતમાં બુધવારે બંધ રહેશે રસીકરણ, જાણો શું છે કારણ ?

ગાંધીનગરઃ રાજ્યમાં કોરનાની બીજી લહેર ધીમી પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં અનેક જગ્યાએ અપૂરતી રસી આવતી હોવાથી તથા રસીકરણ કેન્દ્રમાં રસી જ ન પહોંચી હોવાના સમાચાર આવી રહ્યાં છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે.બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોનાં કારણે રસી નહીં આપવામાં આવે.ઉપરાંત વેક્સિનનો સ્ટોક પુરતો ન હોવાને કારણે પણ રસીકરણ પ્રક્રિયા બંધ રહેશે.

દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી નહીં.વેક્સિનનેશનનાં શરૂઆતી તબક્કામા દર બુધવારે રસીકરણ પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જણાવ્યાં મુજબ રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,99,680 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંકડો 2,71,07,405 પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch