Thu,19 September 2024,9:31 pm
Print
header

આફ્રિકન દેશમાં મોતનો તાંડવ, ઉત્તર-પૂર્વ કોંગોમાં સશસ્ત્ર જૂથોનાં હુમલામાં 20 લોકોનાં મોત

કિંશાસાઃ આફ્રિકન દેશોમાં હિંસાની ઘટનાઓ અટકી રહી નથી. આફ્રિકન દેશો સતત મોતના તાંડવનો સામનો કરી રહ્યાં છે. તાજેતરની ઘટનામાં સશસ્ત્ર જૂથોએ ઉત્તર-પૂર્વ કોંગોમાં ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં 20 લોકો માર્યા ગયા છે. અન્ય ઘણા લોકો ઘાયલ થવાની પણ આશંકા છે, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. હુમલા બાદ બંદૂકધારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.

પૂર્વી કોંગોમાં સરકારી સુરક્ષા દળો અને 120 થી વધુ સશસ્ત્ર જૂથો વચ્ચે લગભગ એક દાયકાથી લડાઈ ચાલી રહી છે. બંને પક્ષો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યાં ગયા છે. પરંતુ હજુ સુધી આ હિંસામાંથી કોઈ શાંતિપૂર્ણ રસ્તો મળ્યો નથી. નોંધનીય છે કે પ્રદેશના સોના અને અન્ય સંસાધનોના નિયંત્રણ માટેની લડાઈમાં, સશસ્ત્ર જૂથો દ્વારા સામાન્ય લોકોને નિશાન બનાવીને બોમ્બ ફેંકવામાં આવે છે.

ફાટકી ગામમાં હુમલો

સ્થાનિક વહીવટીતંત્રના વડા જીન-મેરી મેકપેલાએ જણાવ્યું કે કોંગો માટે કોઓપરેટિવ ફોર ધ ડાયવર્ઝન (CODECO) ના લડવૈયાઓએ ઝુગુ પ્રદેશના ફાટકી ગામ પર હુમલો કર્યો હતો, જેમાં 20 લોકો માર્યાં ગયા છે. મંગળવારે થયેલા હુમલા દરમિયાન ઘરોમાં આગ લગાડવામાં આવી હતી અને સામાન ચોરાઈ ગયો હતો. હુમલા સમયે ગ્રામજનો તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. તે સમયે તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે ચારેબાજુ ભયનો માહોલ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch