Fri,15 November 2024,4:08 pm
Print
header

દક્ષિણ કોરિયાની સૈન્ય કવાયત પર ગુસ્સે થયા કિમ-જોંગ-ઉન, આપી દીધો આ મોટો આદેશ- Gujarat Post News

સિયોલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાની સૈન્ય કવાયતથી એટલા ગુસ્સે થઈ ગયા છે કે તેમણે દુશ્મનો સામે કાર્યવાહીના આદેશ કરી દીધા છે.ઉત્તર કોરિયાની સેનાને સમુદ્રમાં ગોળા (વિસ્ફટક) છોડવાનું ફરમાન મળ્યું છે. ઉત્તર કોરિયાની સેનાના એક અધિકારીએ જણાવ્યું કે તેમણે આંતરિક સરહદી વિસ્તારમાં દક્ષિણ કોરિયા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર કોરિયાના આ પગલાથી બંને વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ દેખાઇ રહ્યો છે. 

ઉત્તર કોરિયાએ કહ્યું કે દક્ષિણ કોરિયાને ચેતવણી આપવા માટે આ કાર્યવાહી કરાઇ છે

ઉત્તર કોરિયાના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાને સરહદી વિસ્તારમાં દક્ષિણ કોરિયાના આર્ટિલરી ડ્રિલના સંકેતો મળ્યાં છે, તેથી આર્ટિલરી ફાયરની યોજના દક્ષિણ કોરિયા માટે ચેતવણી સમાન છે. દક્ષિણ કોરિયા સોમવારથી બુધવાર સુધી તટીય શહેર ચિયોવાન પાસે સૈન્ય અભ્યાસ કરી રહ્યું હતુ, જેના જવાબમાં ઉત્તર કોરિયા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.તેણે તેના પશ્ચિમી અને પૂર્વીય તટ એકમોને ચેતવણી તરીકે આર્ટિલરી છોડવાની સૂચના આપી છે, જ્યારે ચિયોવાન ક્ષેત્રના દક્ષિણ પૂર્વમાં દક્ષિણ કોરિયાના શસ્ત્રો જોવા મળ્યાં હતા. 

દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ સમજૂતીનું પાલન કરવું જોઈએ

દક્ષિણ કોરિયાના જણાવ્યાં અનુસાર તણાવ ઘટાડવા માટે 2018 ની આંતર-કોરિયા સંધિ હેઠળ ઉત્તરીય ભાગમાં બફર ઝોનમાં શેલ છોડવામાં આવ્યાં હતા. તોપમારા બાદ ઉત્તર કોરિયાને સમજૂતીનું પાલન કરવાની મૌખિક ચેતવણી આપવામાં આવી હતી. જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, દક્ષિણ કોરિયા અને અમેરિકાની નવી સેનાઓ ઉત્તર કોરિયાની સૈન્ય પ્રવૃત્તિઓ પર  નજર રાખી રહી છે, તેમજ આ સેનાઓ સંભવિત કટોકટીનો જવાબ આપવા માટે પોતાને મજબૂત બનાવી રહી છે. 

ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ કાર્યક્રમોને રોકવા પહેલા પણ અમેરિકાએ અનેક વખત ચેતવણી આપી હતી, તેમ છંતા ઉત્તર કોરિયા કોઇ બાબતનો અમલ કરતું નથી. તેની તાનાશાહી આખી દુનિયા જોઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch