Sat,21 September 2024,3:15 am
Print
header

કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પુતિનને મળવા જશે રશિયા, હથિયારો પર થઈ શકે છે મોટી ડીલ

ઉત્તર કોરિયાઃ તાનાશાહ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એપીને જણાવ્યું કે અમેરિકાને આશા છે કે કિમ જોંગ આ મહિનાની અંદર પ્રવાસ કરશે. આ બેઠક ક્યાં અને ક્યારે યોજાશે તે અંગે કોઈ પુષ્ટિ નથી, પરંતુ ઉત્તર કોરિયાથી અંતરને જોતા બંને નેતાઓ વચ્ચે પેસિફિક બંદરીય શહેર વ્લાદિવોસ્તોકમાં બેઠક યોજાઈ શકે છે.

શોઇગુએ તાજેતરમાં પ્યોંગયાંગની મુલાકાત લીધી

એજન્સી અનુસાર, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઇગુએ તાજેતરમાં પ્યોંગયાંગની યાત્રા કરી હતી અને ઉત્તર કોરિયાને રશિયાને આર્ટિલરી દારૂગોળો વેચવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકાએ ઉત્તર કોરિયાને અપીલ કરી

વોટસને કહ્યું, અમારી પાસે એવી માહિતી છે કે કિમ જોંગ ઉન આ ચર્ચાઓ ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે, જેમાં રશિયામાં નેતા-સ્તરની રાજદ્વારી ભાગીદારીનો સમાવેશ થાય છે. અમેરિકા ઉત્તર કોરિયાને રશિયા સાથેની શસ્ત્ર વાટાઘાટો સમાપ્ત કરવા અને પ્યોંગયાંગને દ્રારા રશિયાને શસ્ત્રો પ્રદાન કરવા અથવા વેચવા નહીં તેવો આગ્રહ કરી રહ્યું છે.

પુતિને આ પત્ર રશિયાના રક્ષામંત્રી મારફત મોકલ્યો હતો

રશિયાના રક્ષામંત્રી શોઇગુએ સોમવારે કહ્યું કે બંને દેશોની સેનાઓ વચ્ચે સંયુક્ત યુદ્ધ રમતોનું આયોજન કરી શકાય છે.ન્યૂયોર્ક ટાઈમ્સે સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો કે કિમ જોંગે આ મહિને રશિયામાં પુતિનને મળવાનું આયોજન કર્યું હતું.

વ્હાઇટ હાઉસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેની પાસે એવી ગુપ્ત માહિતી છે કે શોઇગુની મુલાકાત બાદ પુતિન અને કિમે પત્રોની આપ-લે કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે પત્રો સુપરફિસિયલ સ્તરે હતા, પરંતુ શસ્ત્રોના વેચાણ પર રશિયન અને ઉત્તર કોરિયાની વાતચીત આગળ વધી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch