Mon,18 November 2024,12:04 am
Print
header

ભરૂચ બાદ ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ, 70 કોરોના દર્દીઓ હતા સારવારમાં

ભાવનગરઃ શહેરના કાળુભા રોડ ઉપર આવેલા એક્સ જનરેશન હોટલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ત્યાં અચાનક ત્રીજા માળે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થઈ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહીં 70 થી  વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ બાદ 108 અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યાં હતા.

સમર્પણ કોવિડ સેન્ટર ભાવનગર ના 4 તબીબો ગુલજીતસિંગ તેમજ ડોકટર સાચપરા, ડોકટર જિલન મહેતા અને અમિત પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. રાત્રે 1 વાગે અચાનક આગ લાગતા ફાયરને જાણ કરતા ફાયરના અધિકારી ફાયર ફાયટર સાથે દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતા અને અફરા તફરીનો માહોલ થતા ભાવનગર  મનપા કમિશનર એમ એ ગાંધી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એ એસ પી સફીન હસન અને જીતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યાં હતા અને તાકીદે દર્દીઓને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.

ભાજપના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે આગનું કારણ જાણી જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે.આ સમયે તબીબો દ્વારા મીડિયા સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી વીડિયો શુટિંગ ના કરવા દબાણ કરાયું હતું 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch