Sat,16 November 2024,2:19 am
Print
header

નૂપુર શર્માને આતંકી સંગઠનની ધમકી, સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારની વિદેશ નીતિ પર ઉઠાવ્યાં સવાલ- Gujarat Post

(નૂપુર શર્માનો વિરોધ કરતાં મુસ્લિમોઃ તસવીર સૌજન્ય- પીટીઆઈ)

  • મુજાહિદ્દીન ગજવાતુલ હિંદ નામના આતંકી સંગઠને નુપુર શર્માને ખુલ્લી ધમકી આપી
  • નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માને સમર્થન આપ્યું
  • પીએમ મોદીએ ભારતના મુસલમાનોની વાત ન સાંભળીને મુસ્લિમ દેશોને વધુ મહત્વ આપ્યુઃ ઓવૈસી

નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માએ મહમદ પયગંબર સાહેબ વિરુદ્ધ કરેલી કથિત વાંધાજનક ટિપ્પણીનો વિવાદ આરબ દેશો સુધી વકર્યો છે. આરબ દેશોએ ભારતીય રાજદૂતોને બોલાવીને વાંધો ઉઠાવ્યો છે. ઓઆઈસી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા કટ્ટરપંથીકરણને પ્રોત્સાહન આપનારા દેશોએ પણ તેને મુસ્લિમ વિશ્વ સાથે જોડીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે આ તમામને જડબાતોડ જવાબ આપ્યો છે.

મુજાહિદ્દીન ગજવાતુલ હિંદ નામના આતંકી સંગઠને નુપુર શર્માને ખુલ્લી ધમકી આપી છે.કહ્યું છે કે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા આખી દુનિયાની માફી માગે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે. ધમકી બાદ દિલ્હી પોલીસે નૂપુર શર્માની સુરક્ષા વધારી છે. નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, તુષ્ટીકરણ ક્યારેય કામ નથી કરતું. તે સ્થિતિને વધુ ખરાબ કરે છે. તેથી ભારતના મારા મિત્રો તમે મુસ્લિમ દેશોની ધમકી સામે ઝૂકશો નહીં. આઝાદી માટે ઊભા રહો અને નુપુર શર્માના બચાવમાં ગર્વ અનુભવો. તેમણે જે કહ્યું હતું તે સાચું જ હતું.

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નૂપુર શર્માને છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવા પર સવાલો ઉઠાવ્યાં છે. તેમણે મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યાં હતા.એક ટ્વિટમાં તેમણે કહ્યું, મોદી સરકાર આરબ દેશોની વિરુદ્ધમાં ઉભી ન રહી શકે. ભારત સરકારે ઈઝરાયેલની વિરુદ્ધમાં અને આતંકી સંગઠન હમાસની તરફેણમાં મતદાન કર્યું હતું.અફઘાન કટોકટી દરમિયાન, ભારત સરકાર કતારના ચક્કર લગાવતી રહી, જેથી તે તાલિબાન સાથે સંબંધો બનાવી શકે. દુબઈની ઓળખ મની લોન્ડરિંગ તરીકે થાય છે, તે બીસીસીઆઇને નિયંત્રિત કરે છે.

એઆઈએમઆઈએમ પ્રમુખ અસરૂદ્દીન ઓવૈસીએ આ વિવાદને હવા આપી છે. મહારાષ્ટ્રના લાતુરમાં રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે, "પીએમ મોદીએ ભારતના મુસલમાનોની વાત ન સાંભળીને મુસ્લિમ દેશોને વધુ મહત્વ આપ્યું છે.નૂપુર શર્મા કે નવીન જિંદાલનું નામ લીધા વિના તેમણે કહ્યું, પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ બંનેની ધરપકડ થવી જોઈએ.જ્યારે આપણા દેશના મુસ્લિમો આ મુદ્દો ઉઠાવી રહ્યાં હતા, ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.તેના શબ્દો પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.આમ એક પછી એક મુદ્દે મોદી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch