Fri,20 September 2024,6:09 pm
Print
header

રૂપિયા જ રૂપિયા.....ઓડિશા અને ઝારખંડમાં આવકવેરા વિભાગના દરોડામાં કરોડો રૂપિયાની રોકડ મળી

કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઠેકાણાંઓ પરથી મળ્યાં રૂપિયાના ઢગ

ઓડિશાઃ આવકવેરા વિભાગે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર દરોડા પાડ્યાં હતા અને કંપનીના પરિષરમાંથી મોટી માત્રામાં ચલણી નોટો જપ્ત કરાઇ છે. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ચાલુ છે. આવકવેરા વિભાગના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર રૂપિયા 200  કરોડ રૂપિયાની નોટોની ગણતરી કરાઇ છે. ચલણી નોટોની સંખ્યા એટલી વધારે હતી કે મશીનો પણ ઓછા પડી રહ્યાં છે.

આઇટીની જુદી જુદી ટીમો અનેક જગ્યાએ દરોડાની કામગીરી કરી રહી છે. જેમાં મોટી માત્રામાં ડિઝિટલ પુરાવા, દસ્તાવેજ અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં છે, કરોડો રૂપિયાની રોકડ જોઇને આઇટીના અધિકારીઓ પણ ચોંકી ગયા છે, હજુ પણ તપાસમાં કરોડો રૂપિયાની બીજી રકમ મળી શકે તેમ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch