નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યાં બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે, અન્ય દેશોમાં આવા કેસ જોવા મળ્યાં છે. ત્યારે ભારત સરકાર દ્વારા આ અંગે મોનિટરિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અન્ય બીજા મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન ખતરાને જોતા ભારત સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.આ ગાઈડલાઈનમાં જણાવામાં આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે.એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરોએ તેમના નેગેટિવ RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
એઈમ્સના નિર્દેશક ડૉ ગુલેરિયાએ જણાવ્યું કે “કોરોના વાયરસના નવા વેરિઅન્ટમાં સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં કથિત રીતે 30થી વધુ ફેરફારો થયા છે, મોટાભાગની વેક્સિન સ્પાઈક પ્રોટીનની વિરુદ્ધ એન્ટીબોડી બનાવી કામ કરે છે, એટલે સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તનથી કોવિડ19 રસીની પ્રભાવશીલતા ઓછી થઈ શકે છે.”
તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ભારતમાં વપરાતી કોરોનાની રસી સહિત અન્ય રસીઓની અસરકારકતાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની જરૂર છે. ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.1.529 પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે અને દેશમાં તેની ઉપસ્થિતિ હજુ સુધી નિશ્ચિત કરવામાં આવી નથી. ડૉ. ગુલેરિયાએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો આ વાઇરસ ભારતમાં ફેલાશે તો હડકંપ મચી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08