Sun,17 November 2024,12:00 am
Print
header

Omicron Variant: દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફેરેલો શખ્સ કોરોના સંક્રમિત, મચ્યો હડકંપ

વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટથી મચ્યો ફફડાટ 

(File Photo)

મુંબઈઃ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પર ફરીથી વિચાર કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલો એક શખ્સ કોરોના સંક્રમિત મળી આવ્યો છે.રિપોર્ટ સામે આવતાં જ સ્વાસ્થ્ય વિભાગથી લઈને પ્રશાસન સુધી હડકંપ મચી ગયો છે. જોકે સંક્રમિત વ્યક્તિમાં હજુ સુધી ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ નથી.પરંતુ તેને આઈસોલેશનમાં મોકલી દેવાયો છે.

જાણકારી મુજબ, દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો શખ્સ ઠાણે જિલ્લાના ડોમ્બિવલીનો રહેવાસી છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી મુજબ તે વ્યક્તિના રિપોર્ટમાં કોવિડ-19ની પુષ્ટિ થઈ છે. હજુ સુધી ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ નથી થઈ. સ્વાસ્થ્ય અધિકારી ડો. પ્રતિભાના કહેવા મુજબ આ વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. જે બાદ કોઈના સંપર્કમાં આવ્યો નથી. તેમ છતાં આઈસોલેશનમાં મોકલી દેવાયો છે.

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, બેલ્જિયમ, ઈઝરાયલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં ફેલાઇ ચુક્યો છે. જે બાદ અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું છે. આ વેરિઅન્ટ ડેલ્ટાથી પણ વધારે સંક્રમક છે. રસી લીધેલા લોકો પર પણ તેની કોઇ અસર ન હોવાથી ચિંતા વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch